ગુજરાતમાં 34 નવા PHC સેન્ટર બનશે, વહીવટી મંજૂરી મળી
ગુજરાતના આરોગ્ય મંત્રાલય દ્વારા રાજ્યમાં નવા 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (P.H.C.) બનાવવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ અને સુલભ બનશે.
જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનમાં રાખી આ નવા P.H.C. ની મંજૂરી અપાઈ છે.

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે હાલ ગુજરાતમાં ભારત સરકારના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવે છે. સામાન્ય વિસ્તારોમાં 30,000ની અને આદિજાતિ વિસ્તારોમાં 20,000ની ગ્રામ્ય વસ્તીને એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવે છે.
ગુજરાતમાં 2011ની વસતી ગણતરી મુજબ કુલ 1499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (P.H.C.) કાર્યરત છે. રાજ્યના તરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે આ નવા 34 P.H.C. મંજુર કરવામાં આવ્યા છે.
દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેકનિશિયન, જુનિયર ફાર્માસિસ્ટ, સિનિયર ક્લાર્ક અને અન્ય જરૂરી સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે. આ પ્રયાસ રાજ્યના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવશે અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુલભ બનાવશે.
આ નિર્ણયથી રાજ્યના લાખો નાગરિકોને આરોગ્ય સેવાઓનો લાભ મળશે અને સમગ્ર આરોગ્ય તંત્ર વધુ પ્રભાવશાળી બની રહેશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
