મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 4553 વિદ્યાર્થીઓને 10.25 કરોડની સહાય ચુકવાઈ
ગુજરાત સરકારે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) હેઠળ ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને મોટી નાણાકીય સહાય આપી છે.
છેલ્લા બે વર્ષમાં કુલ 4,553 વિદ્યાર્થીઓને 10.25 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. આ માહિતી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિધાનસભામાં આપી હતી.

આ યોજનાનો લાભ એવા વિદ્યાર્થીઓને મળે છે જેમણે ધોરણ 10માં 80% કે તેથી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા હોય અને જેમના પરિવારની વાર્ષિક આવક 6 લાખ સુધી હોય. આ યોજના 2015થી અમલમાં છે.
ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે મળતી સહાય
- ટ્યુશન ફી સહાય : વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોર્સની વાર્ષિક ટ્યુશન ફીના 50% અથવા 25,000, બેમાંથી જે ઓછું હોય તે દર વર્ષે મળે છે.
- રહેવા-જમવાની સહાય : જો વિદ્યાર્થીને સરકારી કે અનુદાનિત હોસ્ટેલમાં પ્રવેશ ન મળ્યો હોય તો તેમને 10 મહિના માટે દર મહિને 1,200 લેખે ત્રણ વર્ષ માટે સહાય મળે છે.
- પુસ્તક-સાધન સહાય : અભ્યાસના પ્રથમ વર્ષમાં એક જ વાર 3,000ની પુસ્તક અને સાધન સહાય મળે છે.
ડિપ્લોમા એન્જિનિયરિંગ ઉપરાંત આ યોજના મેડિકલ, ટેકનિકલ ડિગ્રી, આયુર્વેદ, ઉચ્ચ શિક્ષણ, નર્સિંગ, વેટરનરી અને એગ્રિકલ્ચર જેવા અન્ય અભ્યાસક્રમો માટે પણ સહાય પૂરી પાડે છે.
વર્ષ 2024-25માં 65,056 વિદ્યાર્થીઓને 365.87 કરોડ અને 2025-26માં 51,933 વિદ્યાર્થીઓને 254.35 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
યોજનાનો લાભ ચાલુ રાખવા માટે (રિન્યુઅલ માટે), વિદ્યાર્થીઓએ ગયા વર્ષની પરીક્ષામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ થવું અને શૈક્ષણિક વર્ષમાં 75% હાજરી ફરજિયાત છે.
આ યોજનાના રિન્યૂઅલનો લાભ મેળવવા વધુમાં ડિપ્લોમા ટુ ડિગ્રીમાં ૬૫ ટકા કરતાં ઓછા ટકા હોય, બે કે વધુ પ્રયાસથી ATKT ક્લિયર કરી ન હોય, મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાની(CMSS)સાથે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) સિવાય રાજ્ય સરકારની અન્ય કોઈ યોજનાનો લાભ લીધો હોય, સમય મર્યાદામાં પૂરતા ડોક્યુમેન્ટ રજૂ કર્યા ન હોય, સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હોય, ટ્યુશન ફી વેઇવરમાં એડમિશન મળ્યું હોય અથવા ફેક દસ્તાવેજો અપલોડ કર્યા હોય તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
