ગુજરાતની મધર મિલ્ક બેંક, 7800થી વધુ બાળકોને નવજીવન મળ્યું
કહેવાય છે કે માનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. પરંતુ ઘણી વખત કેટલીક માતાઓ સ્વાસ્થ્ય સંબંધી કારણોસર પોતાના બાળકને ધાવણ આપી શકતી નથી.
આવા સમયે નવજાત બાળકોને પૂરતું પોષણ મળી રહે અને બાળ મૃત્યુદરનું પ્રમાણ ઘટાડી શકાય તે માટે ગુજરાત સરકારે એક અનોખી પહેલ કરી છે. આ પહેલ એટલે હ્યુમન મિલ્ક બેંક અથવા મધર મિલ્ક બેંક. આ બેંક અનેક નવજાત બાળકો માટે જીવનદાતા બની રહી છે.

વર્ષ 2024-25માં, રાજ્યભરમાં આવેલી હ્યુમન મિલ્ક બેંકમાં 5,537 માતાઓએ 5,036 લીટર દૂધનું દાન કર્યું છે. આ દાન દ્વારા અત્યાર સુધીમાં 7,829 બાળકોને નવજીવન મળ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે આ પહેલ કેટલી અસરકારક સાબિત થઈ રહી છે.
હ્યુમન મિલ્ક બેંક કોમ્પ્રીહેન્સિવ લેક્ટેશન મેનેજમેન્ટ સેન્ટર (CLMC) તરીકે પણ ઓળખાય છે, તે અન્ય માતાઓ દ્વારા દાન કરાયેલા દૂધને એકત્રિત, પ્રોસેસ અને સ્ટોર કરવાનું કાર્ય કરે છે.
આ દૂધ એવા બાળકોને આપવામાં આવે છે જેઓ સમય પહેલા જન્મ્યા હોય (પ્રીટર્મ), ઓછું વજન ધરાવતા હોય અથવા જેઓ કોઈ ગંભીર બીમારીને કારણે માતાનું દૂધ સીધું પી શકતા નથી.
ગુજરાતમાં હાલ સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગર જેવી મુખ્ય મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં CLMC કાર્યરત છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 21,357 માતાઓએ દૂધનું દાન કર્યું છે, જેનાથી 19,871 બાળકોને પોષણયુક્ત આહારનો લાભ મળ્યો છે.
દૂધ દાનની પ્રક્રિયા : સલામત અને સરળ
જે માતાઓ પોતાનું બાળક ધરાઈ ગયા બાદ પણ વધુ ધાવણ આવતું હોય તેઓ આ બેંકમાં દૂધનું દાન કરી શકે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે સલામત અને સરળ છે.
- સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ : દૂધ દાન કરવા ઇચ્છુક માતાઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. તેમના બ્લડ રિપોર્ટ્સ (જેમાં HIV, કમળો અને સિફિલિસ જેવા રોગોની તપાસ થાય છે) નોર્મલ આવ્યા બાદ જ તેમનું દૂધ સ્વીકારવામાં આવે છે.
- દૂધ એકત્રીકરણ : ઇલેક્ટ્રિક બ્રેસ્ટ પંપનો ઉપયોગ કરીને દૂધ એકત્ર કરવામાં આવે છે, જેથી માતાને કોઈ પણ પ્રકારની અગવડતા કે દુખાવો થતો નથી.
- પ્રોસેસિંગ અને સ્ટોરેજ : દાનમાં મળેલા દૂધને પેસ્ચ્યુરાઈઝ્ડ કરીને -18 થી -20 ડિગ્રી તાપમાને ડીપ-ફ્રીઝમાં સ્ટોર કરવામાં આવે છે, જ્યાં તે છ મહિના સુધી સુરક્ષિત રહી શકે છે.
- વિતરણ : સ્ટોર કરેલું આ દૂધ એવા બાળકોને પ્રાધાન્યતાના ધોરણે આપવામાં આવે છે જેઓ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોય.
મધર મિલ્ક બેંકમાં દૂધ દાન કરવું એ રક્તદાન જેટલું જ અમૂલ્ય છે. માતાના દૂધનું દાન કરીને અનેક મહિલાઓ સાચા અર્થમાં યશોદા બની રહી છે અને અજાણ્યા બાળકોના જીવનમાં નવસંચાર લાવી રહી છે.
જણાવી દઈએ કે, બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય જન્મના પ્રથમ કલાકમાં જ સ્તનપાન શરૂ કરવા, છ મહિના સુધી માત્ર સ્તનપાન કરાવવા અને ત્યારબાદ ઉપરનો આહાર શરૂ કરવા વિશે જાગૃતિ ફેલાવવાનો છે, જેથી બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે.
ગુજરાત સરકારની આ પહેલથી અનેક પરિવારોમાં ખુશીઓ પાછી ફરી છે. મધર મિલ્ક બેંક એ માત્ર એક તબીબી સુવિધા નથી, પરંતુ તે માતાની મમતા અને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
