પુત્રી સાથે સાબરમતીમાં કૂદીને લેસ્બિયન બહેનપણીઓએ કરી આત્મહત્યા
ગુજરાતના અમદાવાદમાં બે લેસ્બિયન મહિલાઓએ સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આમાંની એક મહિલાની ત્રણ વર્ષની પુત્રીનું પણ તેમની સાથે ડૂબવાને કારણે મોત થઈ ગયુ.
ગુજરાતના અમદાવાદમાં બે લેસ્બિયન મહિલાઓએ સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આમાંની એક મહિલાની ત્રણ વર્ષની પુત્રીનું પણ તેમની સાથે ડૂબવાને કારણે મોત થઈ ગયુ. બંને મહિલાઓ પરિણીત હતી પરંતુ તે બંનેને એકબીજા સાથે સંબંધો હતા. સોમવારે બંનેએ સાબરમતીમાં છલાંગ લગાવી દીધી. 30 વર્ષની આશા, 28 વર્ષની બાવના અને આશાની ત્રણ વર્ષની પુત્રીની લાશ સોમવારે મોડી સાંજે નદીમાંથી કાઢવામાં આવી હતી.

દુનિયા અમને જીવવા નથી દેતી
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ સાબરમતી રિવરફ્રન્ટ (પશ્ચિમ) પોલિસ સ્ટેશને જણાવ્યુ કે આમાંની એક મહિલાએ રસ્તા પર ખોતરીને સુસાઈડ નોટ લખી છે. મહિલાએ રસ્તા પર લખ્યુ છે કે અમે દુનિયાથી પોતાને અલગ કરી દીધા હતા જેથી અમે શાંતિથી એકબીજા સાથે રહી શકીએ પરંતુ તો પણ દુનિયા અમને શાંતિથી જીવવા નથી દેતી હવે અમે શું કરીએ. જ્યાં આ લખવામાં આવ્યુ તેની પાસે જ બંને મહિલાઓએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી.

સંબંધોને કારણે અલગ થઈ ગઈ હતી
પોલિસનુ કહેવુ છે કે બંને મહિલાઓ પરિણીત હતી પરંતુ બંને એકબીજાને પસંદ કરતી હતી. બંને સાથે રહેવા ઈચ્છતી હતી. આના કારણે તેમના પરિવારમાં પણ વિરોધ હતો અને સમાજમાં પણ તે અલગ પડી ગઈ હતી. આના કારણે તેમને જે સાંભળવુ પડતુ હતુ તેનાથી તે ઘણા દિવસોથી પરેશાન હતી.

એકબીજાને બાંધીને નદીમાં કૂદી
પોલિસે જણાવ્યુ કે પ્રારંભિક તપાસમાં લાગે છે કે લેસ્બિયન હોવાના કારણે ઉભી થઈ રહેલી મુશ્કેલીઓથી કંટાળીને બંનેએ આત્મહત્યા કરી લીધી. પોલિસે જણાવ્યુ કે બંને મહિલાઓએ એકબીજાને દુપટ્ટાથી બાંધીને નદીમાં છલાંગ લગાવી. બંનેની લાશો સાથે જ બંધાયેલી હતી. પોલિસના જણાવ્યા અનુસાર બંને મહિલાઓ અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
