જન્માષ્ટમીના તહેવાર પહેલા ગરીબ પરિવારો માટે સરકારનો મોટો નિર્ણય, રાહતદરે ખાંડ અને ખાદ્ય તેલ મળશે
ગુજરાત સરકારે રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીનો તહેવાર ઉત્સાહભેર ઉજવી શકે તે હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું વિતરણ કરવામાં આવશે.
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આગામી ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ આ યોજના હેઠળ 75 લાખથી વધુ રેશનકાર્ડધારકોના 3.18 કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજનું વિતરણ શરૂ કરવામાં આવશે.

જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA)-2013 હેઠળ સમાવિષ્ટ પરિવારો તેમજ Non-NFSA BPL પરિવારોને ગુણવત્તાયુક્ત ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ બજારભાવ કરતાં ઘણી ઓછી કિંમતે આપવામાં આવશે. કાર્ડદીઠ 1 લિટર પાઉચ માત્ર ₹100 પ્રતિ લિટરના રાહત દરે ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત BPL અને અંત્યોદય કુટુંબોને નિયમિત મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ ખાંડ આપવામાં આવશે. BPL કુટુંબોને કાર્ડદીઠ 1 કિલોગ્રામ ખાંડ ₹22 પ્રતિ કિલોગ્રામના રાહત દરે જ્યારે અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ 1 કિલોગ્રામ ખાંડ 15 રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવશે.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વધુમાં કહ્યું કે, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત NFSA હેઠળ સમાવિષ્ટ 75 લાખથી વધુ રેશનકાર્ડધારક પરિવારોના 3.18 કરોડ સભ્યોને દર મહિને ખાંડ, મીઠું, ચણા, તુવેરદાળ જેવી આવશ્યક ચીજવસ્તુઓ આપવામાં આવે છે.
આ ઉપરાંત, વર્ષમાં આવતા બે મુખ્ય તહેવારો જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકાય તે હેતુથી કુટુંબદીઠ 1 લિટર ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ અને તહેવાર નિમિત્તે વધારાની 1 કિલોગ્રામ ખાંડનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે.
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે ઉમેર્યું કે, આગામી ઓગસ્ટ-2025માં આવનાર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA હેઠળના અંત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડદીઠ 1 કિલોગ્રામ ₹30 પ્રતિ કિલોગ્રામના રાહત દરે અને તુવેરદાળ કાર્ડદીઠ 1 કિલોગ્રામ ₹50 પ્રતિ કિલોગ્રામના રાહત દરે વિતરણ કરવામાં આવશે.
આ સિવાય NFSA હેઠળના અંત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબ તેમજ Non-NFSA BPL કુટુંબોને મીઠું કાર્ડદીઠ 1 કિલોગ્રામ ₹1 પ્રતિ કિલોગ્રામના રાહત દરે આપવામાં આવશે.
લાભાર્થીઓ જન્માષ્ટમીનો તહેવાર સારી રીતે ઉજવી શકે તે માટે ઓગસ્ટ-2025ના પ્રારંભમાં જ આ તમામ જથ્થો સસ્તા અનાજની દુકાનો સુધી પહોંચી જાય તે માટે જુલાઈ-2025માં જ ઓગસ્ટ મહિના માટેની જણસીઓની ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આ ફાળવણીના ચલણ/પરમીટ અન્વયે જથ્થાની ડોરસ્ટેપ વિતરણની કામગીરી પણ હાલ સક્રિય રીતે ચાલી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
