ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 56.82 ટકા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 56.82 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સામાન્ય પ્રવાહના પરિણામમાં 0.97 ટકાનો વધારો થયો છે. વ્યવસાયલક્ષી પ્રવાહનું 62.62 ટકા અને ઉત્તરબૂનિયાદી પ્રવાહનું 60.10 ટકા પરિણામ જાહેર થયું છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 311717 નિયમિત વિદ્યાર્થીઓ, 102922 રીપીટર વિદ્યાર્થીઓ અને 80384 ખાનગી ઉમેદવારો મળી કુલ 501023 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 281256 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 219767 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પરિણામમાં વિદ્યાર્થીઓની સામે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે, વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 23.60 ટકા વધારે આવ્યું છે. રાજ્યમાંથી કુલ 257 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ટોપરમાં સ્થાન મેળવ્યું છે.
A1 ગ્રેડમાં સુરત જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે. સુરતમાં 76 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે જ્યારે બીજા ક્રમે અમદાવાદનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 54 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે.
પરિણામની ઝલક
- એકંદરે પરિણામની ટકાવારી - 56.82 ટકા
- સામાન્ય પ્રવાહનું પરિણામ - 56.78 ટકા
- વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ - 62.62 ટકા
- ઉત્તરબૂનિયાદી પ્રવાહનું પરિણામ - 60.10 ટકા
- નિયમિત વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી - 76.31 ટકા
- રીપીટર વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી - 24.57 ટકા
- ખાનગી વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી - 22.51 ટકા
- સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર - એલિસબ્રીજ, અમદાવાદ 100 ટકા
- સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર - ભીખાપુરા 10.07 ટકા
- સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો - સુરત 73.85 ટકા
- સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો - છોટાઉદેપુર 30.81 ટકા
- 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા - 81
- એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ - 58961
- A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ - 257
- A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ - 7055
- વિદ્યાર્થીઓનું પરિણામ - 47.28 ટકા
- વિદ્યાર્થીનીઓનું પરિણામ - 70.88 ટકા
- અંગ્રેજી માધ્યમનું પરિણામ - 74.20 ટકા
- ગુજરાતી માધ્યમનુ પરિણામ - 55.42 ટકા
- ગેરરીતિના કેસો - 1012
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
