Gujarat Weather: રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં વરસાદ વારો કાઢશે! જાણો
Gujarat Weather: ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર હજી પણ યથાવત છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર 'ડીપ ડિપ્રેશન' સક્રિય થવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

ક્યાં ઓરેન્જ અને યલો એલર્ટ?
હવામાન વિભાગે વિવિધ વિસ્તારોમાં વરસાદની તીવ્રતાના આધારે એલર્ટ જાહેર કર્યા છે.
- ઓરેન્જ એલર્ટ (ભારે વરસાદ): અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
- યલો એલર્ટ (સામાન્યથી મધ્યમ): અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, દેવભૂમિ દ્વારકા, આણંદ, ખેડા, ભરૂચ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
- ખેડૂતોને અપીલ: તંત્ર દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની જણસી (ઉપજ) ને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લે, જેથી કમોસમી વરસાદથી થતું નુકસાન અટકાવી શકાય.
છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં ધોધમાર વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કુલ 152 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. સૌથી વધુ વરસાદ આ વિસ્તારોમાં નોંધાયો.
- ભાવનગરનું મહુવા: 7.68 ઇંચ
- સિહોર: 5 ઇંચ
- સોનગઢ: 4 ઇંચ
- જાફરાબાદ: 2.74 ઇંચ
- ઉના અને ઉમરપાડા: 3.66 ઇંચ
અરબી સમુદ્રમાં ડિપ્રેશન અને માછીમારોને ચેતવણી
પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર એક ડિપ્રેશન સિસ્ટમ 12 કિમી/કલાકની ઝડપે આગળ વધી રહી છે. તે હાલમાં ગોવાથી લગભગ 450 કિમી અને મુંબઈથી 430 કિમી દૂર છે.
માછીમારોને સૂચના: દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
આ ડિપ્રેશન આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બની શકે છે, જોકે તેની ભારતીય દરિયાકાંઠા પર હાલ કોઈ મોટી અસર થવાની સંભાવના નથી.
બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનનો ખતરો
અરબી સમુદ્રની સાથે સાથે બંગાળની ખાડીમાં પણ ચક્રવાતી તોફાનની ગતિવિધિ સક્રિય થઈ છે. IMDએ ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે ચક્રવાતી તોફાનની ચેતવણી જારી કરી છે. 28 ઓક્ટોબરની સાંજે કે રાત્રે આ વાવાઝોડું આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક લેન્ડફોલ કરી શકે છે.
-
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના










Click it and Unblock the Notifications
