Gujarat Rain: ગુજરાતમાં અતિ ભારે વરસાદ, બચાવકાર્ય માટે આર્મીની મદદ, 3ના મોત, હજારોનુ સ્થળાંતર, 636 રસ્તા બંધ
Gujarat Rain: સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 215 તાલુકામાં મેઘ તાંડવ યથાવત છે. છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે રાજ્યમાં 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. હાલમાં આર્મીની પણ મદદ લેવામાં આવી રહી છે.
ગુજરાતમાં ભારે વરસાદના બચાવકાર્યમાં આર્મીની મદદ લેવાઈ રહી છે. જેમાં આર્મીની પાંચ કોલમની મદદ લેવાશે. અલગ-અલગ ઝોન આર્મીની ટીમો રાખવામાં આવશે. પ્રભારી સચિવોને પોતાના જિલ્લાઓમાં જવા સૂચના આપવામાં આવી છે.

આજે સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય સરકારની એજન્સીઓ સાથેની બેઠક કરશે. જેમાં, NDRF, ARMY, નેવી- એરફોર્સના અધિકારીઓ પણ હાજર રહેશે.
ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની ૬ કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી.
વલસાડ અને નવસારી જિલ્લામાં સપ્તાહના અંતમાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ પડતાં સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા મુજબ, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સોમવારે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 356 મીમી વરસાદ નોંધાયો હતો.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોમાંથી રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવા સૂચના આપી છે. તેમની ઓફિસે જણાવ્યું હતું કે ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલનો સમાવેશ થાય છે.
ગુજરાતના દરિયાકાંઠે પણ માછીમારોને સાવચેત રહેવાની ચેતવણી સાથે વિકટ પરિસ્થિતિની અપેક્ષા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે આઈએમડીએ ભૂસ્ખલન, પૂર અને બાગાયતી પાકોને નુકસાન થવાની ચેતવણી આપી છે.
ભારે વરસાદના કારણે 34 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. જેમાં ખેડા 6, આણંદ 2, કચ્છ 1, બરોડા 6, નર્મદા 1, પંચમહાલ 4, ભરૂચ 2, દાહોદ 2, સુરત 1, વલસાડ 1, રાજકોટ 1, મોરબી 4, સુરેન્દ્રનગર 3 સહિતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અન્ય 44 માર્ગોમાં ખેડા 10, આણંદ 5, અવવલ્લી 3, ગાંધીનગર 1, કચ્છ 2, બરોડા 2, છોટા ઉદેપુર 1, પંચમહાલ 3, દાહોદ 5, નવસારી 1, વલસાડ 2, રાજકોટ 2 અને મોરબી 2 , સુરેન્દ્રનગર 5 બંધ કરવામાં આવ્યા છે.
વળી, પંચાયતના કુલ 557 માર્ગોમાં અમદાવાદ 1, ખેડા 31, આણંદ 5, સાબરકાંઠા 1, અરવલ્લી 12, બનાસકાંઠા 3, કચ્છ 22, બરોડા 37, છોટા ઉદેપુર 38, નર્મદા 9, પંચમહાલ 17, ભરૂચ 7, મહીસાગર 24, દાહોદ 46, સુરત 33, તાપી 65, નવસારી 62, વલસાડ 70, ડાંગ 5, રાજકોટ 17, મોરબી 10, જામનગર 11, દ્વારકા 1, સુરેન્દ્રનગર 16, ભાવનગર 3, અમરેલી 1, જૂનાગઢ 4, પોરબંદર 6 બંધ કરવામાં આવ્યા છે.
#WATCH | Gujarat: Several areas in Ahmedabad reel under severe waterlogging following heavy rainfall.
— ANI (@ANI) August 27, 2024
Visuals from Maninagar area in Ahmedabad. pic.twitter.com/M97KLbQgHW
-
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે?








Click it and Unblock the Notifications
