ગુજરાત રાજ્યની જીએસટી આવકમાં 15 ટકાનો વધારો
રાજ્યની જીએસટી આવકમાં ચાલુ નાણાકીય વર્ષમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી-2025 સુધીમાં રાજ્યના કર વિભાગને જીએસટી હેઠળ કુલ 67,079 કરોડની આવક થઈ છે.
આ આવક ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન પ્રાપ્ત ₹58,447 કરોડની સરખામણીમાં 15% નો વધારો દર્શાવે છે. ફેબ્રુઆરી-2025 મહિનામાં રાજ્ય કર વિભાગે જીએસટી હેઠળ ₹26,388 કરોડની આવક નોંધાવી હતી.

આ ફેબ્રુઆરી-2024 ની આવકની તુલનામાં 7% વધુ છે. આ વધારા સાથે રાજ્યની વહીવટીતંત્ર માટે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની છે. આ ઉપરાંત ફેબ્રુઆરી-2025 માં રાજ્યને અન્ય કર માધ્યમો દ્વારા પણ મહત્ત્વપૂર્ણ આવક પ્રાપ્ત થઈ છે.
- વેટ (VAT) હેઠળ: ₹2,807 કરોડ
- વિધ્યુત શુલ્ક હેઠળ: ₹1,217 કરોડ
- વ્યવસાય વેરા હેઠળ: ₹21 કરોડ
આ રીતે ફેબ્રુઆરી-2025 દરમિયાન રાજ્યની કુલ કર આવક ₹10,433 કરોડ નોંધાઈ છે.
નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ 11 મહિનામાં, રાજ્ય કર વિભાગે જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા મળીને કુલ 1,09,192 કરોડની આવક મેળવી છે. આ આંકડા રાજ્યની આર્થિક વૃદ્ધિ અને બાહ્ય રોકાણ માટે પણ શુભ સંકેતરૂપ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
