જરૂરીયાતમંદો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા ગુજરાત સરકારનો મહાયજ્ઞ
રાજ્યની અનેકવિધ જન કલ્યાણની યોજનાઓને સમાજના છેવાડાના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી તેમને આત્મનિર્ભર અને સ્વાભિમાની બનાવતું અભિયાન એટલે ગરીબ કલ્યાણ મેળો.
રાજ્યની અનેકવિધ જન કલ્યાણની યોજનાઓને સમાજના છેવાડાના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી તેમને આત્મનિર્ભર અને સ્વાભિમાની બનાવતું અભિયાન એટલે ગરીબ કલ્યાણ મેળો. ગરીબ, વંચિત, આદિવાસી અને બહુષ્કૃત સમાજને મુખ્ય ધારામાં લાવવાની દિશામાં અને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે આ ગરીબ કલ્યાણ મેળાની સરકારની ઝૂંબેશ ખુબ કારગર રહી છે.

રાજ્યમાં 2009માં શરૂ થયેલ ગરીબ કલ્યાણ મેળાનો કોન્સેપ્ટ સરકાર દ્વારા અવિરત રાખવામાં આવ્યો છે. જેના હકનું છે તેને સમ્માનજનક રીતે આપવાનો યજ્ઞ એટલે ગરીબ કલ્યાણ મેળો. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પણ ગરીબ કલ્યાણ મેળાની ઝૂંબેશ યથાવત રાખવામાં આવી અને અનેક
ગરીબોને યોજનાઓના સીધા લાભ પહોંચાડવામાં સફળતા મેળવી છે.
ગરીબોને શશક્ત બનાવવાની દિશામાં ગરીબ કલ્યાણ મેળા મહાઅભિયાન સમાન છે. રાજ્ય સરકાર દ્વારા 2009થી હાલ સુધીમાં 12 જેટલા તબક્કામાં ગરીબ કલ્યાણ મેળા યોજાઇ ચુક્યા છે. જેમાં 1530 જેટલા ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી 1.50 કરોડ જેટલા લાભાર્થીઓને સહાય હાથોહાથ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 26,600 કરોડની વિવિધ સહાય ગરીબ, વંચિત લાભાર્થીઓને સરકારની યોજના અને લાભો આપવામાં આવ્યા છે. આ યોજનામાં રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ તથા આદિજાતિ વિકાસ, કૃષિ અને ગ્રામીણ વિકાસ વિભાગ સહિતના વિભાગોની યોજનાઓના લાભ લાભાર્થીઓને આપવામાં આવે છે.
રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણ કે લાભ લેવા સરકારી કચેરીઓના ધરમ ધક્કા ખાવા પડતાં હતા. છતાં, સરકારી સહાય મેળવવામાં મુશ્કેલી પડતી તેમજ વચેટીયાઓને પણ કમિશન આપવા પડતાં. પરંતું, હવે ગરીબ કલ્યાણ મેળા દ્વારા સરકાર સીધી લાભાર્થીઓને હાથોહાથ સહાય આપે છે અને સત્વરે મંજૂર પણ કરે છે.
પશુપાલન કરી દૂધના વ્યવસાય સાથે સંકળાયેલ બનાસકાંઠાના દશરથભાઇ દેસાઇએ જણાવ્યુ હતું કે, દૂધ ઉત્પાદન અને દૂધનો વ્યવસાય કરવા માટેના સાધનની સહાય મેળવવા અમોએ જરૂરી કાગળો રજૂ કરતાં તાત્કાલિક આ સહાય મંજૂર કરી હતી અને ગરીબ કલ્યાણ મેળામાં અમોને હાથો હાથ સહાય આપી હતી. જે સહાય લેવા પહેલાં 100 કિમી પાલનપુર સુધી ધક્કા ખાવા પડતાં હતા તે હવે ઘર આંગણે સહાય આપી દેવામાં આવે છે.
રાજ્ય સરકારની જન કલ્યાણ એજ દેશ કલ્યાણ ભાવના સાથે શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાના કારણે સેંકડો લોકોને પોતાના જીવન નિર્વાહ ચલાવવા માટેનું માધ્યમ બન્યું છે અને તેમના જીવન ધોરણમાં સુધારો કરી શકાયો છે. ઘર વિહોણા અનેક લોકોને જમીનના પ્લોટ અને રહેવા માટે સરકારી આવાસ યોજના તેમજ વીજળી અને
ગેસની સુવિધા ગરીબ કલ્યાણ મેળા દ્વારા લાભાર્થીઓ સુધી પહોચાડવામાં આવી છે. છૂટક મજૂરીકામ કરી જીવન નિર્વાહ કરતાં અમીયાબેન હાલમાં સમાજ કલ્યાણ દ્વારા આપવામાં આવતી સ્વરોજગારની સહાય મેળવીને ઘરે બેઠા સિલાઇ કામ કરી સારી આવક રળી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતુ કે, આ ગરીબ કલ્યાણ મેળાએ અમારા પરિવારનું કલ્યાણ કર્યુ છે.
સમાજ કલ્યાણની માનવ ગરીમા યોજના દ્વારા કડીયા કામના સાધનો ગરીબ કલ્યાણ મેળામાં મળ્યા. જેના કારણે હું રોજના 400 રૂપિયા મજૂરી મેળવી મહિને 12 હજાર જેટલી આવક રળી લઉ છું અને પરિવારનું ભરણ પોષણ સન્માનપુર્વક કરી શકતો હોવાનું વાવના શ્રમિક સગરામભાઇએ જણાવ્યું હતું.
ગરીબ કલ્યાણ મેળા જિલ્લા અને તાલુકા મથક તથા નગર અને મહાનગરો સુધી પહોંચી અને રાજ્યના વિવિધ વિભાગો, બેંકો, વિમા કંપનીઓ, સહકારી ક્ષેત્ર સહિત અનેક વિભાગોના યોજનાઓને એક મંચ પરથી તેના હકદારો કે લાભાર્થીઓ સુધી પહોંચાડવાનું સરકારનું મહાઅભિયાન સાબિત થયુ છે. રાજ્યના ગરીબ અને વંચિત તબક્કાને આર્થિક ઉન્નતિ આપવાની દિશામાં મહત્વની ભૂમિકા ગરીબ કલ્યાણ મેળા દ્વારા મળતા લાભો છે. સરકારની ગરીબ જનતા પ્રત્યેની હમદર્દી અને તંત્રની સક્રિય ભાગીદારીના કારણે આર્થિક- સામાજિક પછાત લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આ ગરીબ કલ્યાણ મેળા ઉત્કૃષ્ઠ ભૂમિકા નિભાવી શકશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
