ગુજરાતમાં 150 જેટલા શિક્ષકો શાળામાં 'ગેરહાજર', ચાલુ નોકરીએ વિદેશમાં થયા સ્થાયી, સરકારે કરી આ કાર્યવાહી
Gujarat Government 'Missing' Teachers: ગુજરાત સરકારે 150 જેટલા શિક્ષકો કોઈપણ સૂચના વિના શાળાઓમાં ગેરહાજર રહેવા બાબતે ખુલાસો કર્યો છે. જે મુજબ રાજ્યની વિવિધ સરકારી શાળાઓમાં છેલ્લા 2 વર્ષમાં 3 મહિના કે તેથી વધુ સમયથી 151 શિક્ષકો ગેરહાજર જોવા મળ્યા છે.
આ શિક્ષકો શાળાઓમાં હાજરી આપતા નથી, તેમાંથી ઘણા વિદેશમાં સ્થાયી થયા છે અથવા વર્ષો અને મહિનાઓથી અનધિકૃત રજાઓ પર છે. સરકાર દ્વારા 134 શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે, 3 શિક્ષકોને બરતરફ અને 3 શિક્ષકોના રાજીનામા મંજૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાની એક સરકારી શાળાના શિક્ષક વર્ષોથી ફરજ પર ગેરહાજર રહેતા અને અમેરિકામાં સ્થાયી થયા હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ ગુજરાતના શિક્ષણ વિભાગે મંગળવારે ફરજ પરથી એક વર્ષથી વધુ સમય માટે ગેરહાજર રહેતા 150થી વધુ શિક્ષકોની સેવા સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો તેમ સૂત્રોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસોના મીડિયા અહેવાલોનો સંદર્ભ આપતા શિક્ષણના રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે સોમવાર સુધીમાં 17 જિલ્લામાંથી એકત્ર કરવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે કે 32 શિક્ષકો વિદેશમાં છે અને 31 પરવાનગી વિના રજા પર છે.
નોંધનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં, બનાસકાંઠા જિલ્લાના એક શિક્ષક ઘણા વર્ષોથી યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા હોવાનું અને આ વર્ષે જાન્યુઆરી સુધી પગાર મેળવતો હોવાનું જાણવા મળ્યું હતું. આવા જ કિસ્સા અન્ય જિલ્લાઓમાં પણ સામે આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિદેશ ગયેલા શિક્ષકોની સંખ્યા 50 જેટલી હોઈ શકે છે જ્યારે 100 જેટલા શિક્ષકો પરવાનગી વિના રજા પર હોવાનું જાણવા મળ્યું છે.
સરકારી શાળાઓમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરિયાદો બાદ શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી હતી. રિપોર્ટને પગલે રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. તે પૈકી 31 જેટલા શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે રજા લીધા વિના કે મંજૂરી વિના જ લાંબા સમયથી ગેરહાજર છે.
17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસ પર અને 31 શિક્ષકો મંજૂરી વિના જ ઘણા સમયથી ગેરહાજર હતા. અમદાવાદ જિલ્લામાં શહેરની સરકારી ગ્રાન્ટેડ શાળામાં ચાર શિક્ષકો વિદેશ પ્રવાસ પર છે અને એક ગ્રાન્ટેડ શાળામાં એક શિક્ષક તો 177 દિવસની રજા પર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
