એર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે 5 એરફિલ્ડ વિકસાવશે ગુજરાત સરકાર
airfields for aero sports activities: ગુજરાત સરકાર દ્વારા પાંચ સરકારી એરસ્ટ્રીપ્સ અને એરફિલ્ડ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓપરેટર્સને એર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશન દ્વારા ગયા અઠવાડિયે ત્રણ વર્ષના સમયગાળા માટે માંડવી, રાજપીપળા, સાપુતારા, દ્વારકા અને ધોરડો ખાતે વિવિધ એર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા માટે સત્તાવાર રીતે સંસ્થાઓને આમંત્રિત કરતું ટેન્ડર બહાર પાડ્યું હતું.
ઓફર કરવામાં આવતી પ્રવૃત્તિઓમાં સ્કાયડાઈવિંગ, માઈક્રોલાઈટ ફ્લાઈંગ, હોટ એર બલૂનિંગ, ફૂટ-લોન્ચ થયેલા અલ્ટ્રાલાઈટ એરક્રાફ્ટ સાથે હેંગ ગ્લાઈડિંગ, પેરાગ્લાઈડિંગ, પેરામોટરિંગ, ટોઈડ હેંગ ગ્લાઈડિંગ, એરોબેટિક ડિસ્પ્લે, રેડિયો-કંટ્રોલ એરક્રાફ્ટ ફ્લાઈંગ અને સ્મોલ ડ્રોન ફ્લાઈંગનો સમાવેશ થાય છે.
આ ટેન્ડરમાં જણાવ્યા અનુસાર, વિભાગનો હેતુ ગુજરાતમાં વાઇબ્રન્ટ એર સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહિત કરવાનો, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓને આકર્ષવાનો તેમજ સલામતી અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો છે.

ટેન્ડરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ પહેલના ભાગરૂપે, ગુજરાતનો નાગરિક ઉડ્ડયન વિભાગ વિવિધ હવાઈ રમતગમતના કાર્યક્રમોને સમર્થન આપવા માટે રાજ્યની માલિકીની હવાઈ પટ્ટીઓ અને એરફિલ્ડ ખોલી રહ્યું છે, અને અધિકૃત સંસ્થાઓ પાસેથી ટેન્ડર્સ મંગાવવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, એરો સ્પોર્ટ્સમાં બે કે તેથી વધુ વર્ષનો અનુભવ ધરાવતા ઓપરેટર્સને 30 ઓક્ટોબર સુધીમાં તેમની બિડ સબમિટ કરતા પહેલા શરતોનું મૂલ્યાંકન કરવા માટે સાઇટ્સની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય બાબત છે કે, ડિસેમ્બર 2023માં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા ઓળખવામાં આવેલા 11 સ્થળો પૈકી દ્વારકા, ધોરડો અને રાજપીપળા હતા, જેના માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ







Click it and Unblock the Notifications
