નવી મહાનગરપાલિકાઓના વિકાસ માટે 450 કરોડની જોગવાઈ, જાણો કામોની યાદી
Gujarat Government: વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાજ્યના શહેરોની શરૂ કરવામાં આવેલા વિકાસયાત્રાને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ-2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરી છે.
જેના માટે શહેરી વિભાગનું બજેટ ગત્ વર્ષની સરખામણીએ 40 ટકા જેટલું વધારીને રૂપિયા 30325 કરોડ કરવામાં આવ્યું છે.
મંત્રીએ વિશેષમાં જણાવ્યું હતુ કે, રાજ્યના અસંખ્ય યાત્રાળુઓ અને પ્રવાસીઓની ધાર્મિક લાગણીઓને કેન્દ્રમા રાખીને વર્ષ 2025-26ના અંદાજપત્રમાં ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસ યોજના હેઠળ કુલ રૂપિયા 200 કરોડની જોગવાઇ સૂચવવામાં આવેલ છે.
જેના અંતર્ગત દ્વારકા, સોમનાથ, બેચરાજી, પાવાગઢ, સિદ્ધપુર, કપડવંજ, પાટણ અને પાલિતાણા જેવા ધાર્મિક તીર્થસ્થાનોની સંભાવનાઓનો પુરતો ઉપયોગ કરીને યાત્રાળુઓ અને પ્રવાસીઓના અનુભવોને વધારીને અને રાજ્યના સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે વિવિધ માળખાગત સુવિધાઓ અને પ્રમોશન વ્યૂહરચનાઓ પર રોકાણ કરવામાં આવશે.

જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર અને ભરૂચ-અંકલેશ્વર માટે સ્ટેટ એર ક્લિન પ્રોગ્રામના અમલીકરણ માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નવી 9 મહાનગરપાલિકાઓ અને 13 અ-વર્ગની નગરપાલિકાઓમાં આઇકોનિક રસ્તાઓના વિકાસ કરવાના હેતુથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે વર્ષ 2025-26માં આઇકોનિક રસ્તાઓ (ગૌરવ પથ) માટે કુલ રૂપિયા 200 કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે.
સાબરમતી નદીના કિનારે ભારતના સૌથી લાંબા રિવરફ્રન્ટનો વિકાસ ફેઝ-03 થી ફેઝ-07 (ઇન્દિરા બ્રીજથી ગાંધીનગર) તબક્કાની શરૂઆત સાથે વેગ પકડશે અને તે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરાયું છે, જે માટે વર્ષ 2025-26 માટે માટે રૂપિયા 100 કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતી સહાયની કોસ્ટિંગ પ્રાઇઝમાં રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ દીઠ રૂપિયા 50 હજારનો વધારો કરવામાં આવ્યું હોવાનું પણ મંત્રીએ ઉમેર્યુ હતું.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2નું લગભગ 78.33 ટકા કામ પૂર્ણ થઈ ગયેલ છે, અને પ્રોજેક્ટ જૂન-2025માં પૂર્ણ કરવાનું આયોજન છે.
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું લગભગ 57.20 ટકા કામ પૂર્ણ થઈ ગયેલ છે, અને પ્રોજેક્ટ ઓક્ટોબર, 2025માં પૂર્ણ કરવાનું આયોજન છે.
સાબરમતી નદીના કિનારે ભારતના સૌથી લાંબા રિવરફ્રન્ટનો વિકાસ ફેઝ 03 થી ફેઝ 07 (ઇન્દિરા બ્રીજથી ગાંધીનગર) માટે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવા વર્ષ 2025-26 માટે માટે રૂપિયા 100 કરોડની જોગવાઇ કરવામાં આવ્યું હોવાનું મંત્રીએ ઉમેર્યુ હતુ.
વર્ષ 2025-26ની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની રૂપિયા 25,399 કરોડની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઇ હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
