ખેડૂતો માટે સારા સમાચાર, ગુજરાત સરકાર 9 નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે
Gujarat News: માવઠાથી પાકને નુકસાન થયા બાદ સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો, ટૂંક સમયમાં રાહત પેકેજ પણ જાહેર થવાની શક્યતા

ગુજરાતમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મગફળી, કપાસ અને સોયાબીન સહિતના ઊભા પાકોમાં ભારે નુકસાન થયું છે. કુદરતી આફતથી ખેતીને થયેલા નુકસાન બાદ ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આ સંજોગોમાં, રાજ્ય સરકારે ખેડૂતોને હિંમત આપવા અને આર્થિક સહાય કરવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે.
9 નવેમ્બરથી ખરીદી શરૂ
રાજ્ય સરકારે ખેડૂતોએ પકવેલા મુખ્ય પાકો જેવા કે મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે.
ખેડૂતોની સુખાકારીની ચિંતા કરીને સરકારે આ ખરીદી આગામી 9મી નવેમ્બર, 2025થી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
અગાઉ માવઠાને કારણે ખરીદીની જાહેરાત છતાં તે થઈ શકી નહોતી, તેથી સરકારે આ ફરીવાર જાહેરાત કરી છે, જેથી ખેડૂતોને તેમના પાકનો પોષણક્ષમ ભાવ મળી રહે.
કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 5, 2025
રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જે અંતર્ગત…
સરકાર ખેડૂતોની સાથે
CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે કુદરતી આપદાની આ સ્થિતિમાં અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન પડે તે માટે સંવેદના સાથે તંત્રને કાર્યરત કર્યું છે.
CMએ ગાંધીનગર ખાતે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં પાક નુકસાનીનો સર્વે ઝડપથી પૂર્ણ કરવા અને અસરગ્રસ્ત ખેડૂતો માટેનું રાહત પેકેજ જાહેર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ખેડૂતો માટેનું રાહત પેકેજ ટૂંક સમયમાં જ જાહેર થાય તેવી પૂરી સંભાવના છે, જે ખેતીના નુકસાન સામે આર્થિક મદદરૂપ સાબિત થશે. સરકારની આ જાહેરાતથી નુકસાની વેઠનાર ખેડૂતોમાં આશાનો સંચાર થયો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
