જાણો : ગુજરાત સરકાર 2016 સુધી કયા વિભાગમાં કેટલી ભરતી કરશે?
ગાંધીનગર, 28 જૂન : ગુજરાતમાં વસતા યુવા બેરોજગારો તથા સરકારી નોકરી કરવા માટે થનગનતા યુવાધન માટે ગુજરાત સરકારે આનંદ થાય તેવી વ્યવસ્થા કરી છે. આનંદના સમાચાર એ છે કે ગુજરાત સરકાર આગામી ત્રણ વર્ષોમાં એટલે કે 2016 સુધીમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં જુદી-જુદી કેટેગરીમાં અને કેડરમાં હજારોની સંખ્યામાં ભરતી કરવાની છે. જેના કારણે રાજ્યમાં રોજગાર સર્જનની પ્રબળ શકયતા ઉભી થઇ છે.
યુવાનો આ ભરતી અંગેની માહિતી સરળતાથી મેળવી શકે તે આશય સાથે ગુજરાત સરકાર દ્વારા 2014થી 2016 સુધીનું નોકરીઓ માટેનું કેલેન્ડર જાહેર કરી દીધું છે. આ અંગેની વધુ વિગતો વેબસાઇટ www.gpsc.gov.in જોઇ શકાય છે.
આ સાથે હાલમાં GPSC વર્ગ-1 અને 2ની 351 જગ્યાઓ માટેનાં ફોર્મ ભરાવાનું પણ પૂરજોશમાં ચાલુ છે. જેમાં આશરે પાંચથી સાત લાખ ફોર્મ ભરાવાની શકયતા દેખાય છે. આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30-6-2014 છે. આ અંગેની વધુ વિગતો વેબસાઇટ www.gpsc.gov.in જોઇ શકાય છે.
ગુજરાત સરકાર દ્વારા 2014 થી 2016 દરમિયાન થનારી સરકારી ભરતીઓના વિભાગવાર કેલેન્ડરની વિગતો નીચેના સ્લાઇડરમાં આપી છે...

પંચાયત વિભાગ
- જુનિયર કલાર્ક
2015માં 296 જગ્યાઓ તથા 2016માં 216 જગ્યાઓ ઉપર ભરતી.
-તલાટી
2015માં 1200 જગ્યાઓ તથા 2016માં 620 જગ્યાઓ ઉપર ભરતી
-FHW
2015માં 454 જગ્યાઓ તથા 2016માં 450 જગ્યાઓ ઉપર ભરતી
-MPHW
2015માં 1352 જગ્યાઓ તથા 2016માં 289 જગ્યાઓ ઉપર ભરતી
-નાયબ ચીટનીશ
2015માં 40 જગ્યાઓ તથા 2016માં 15 જગ્યાઓ ઉપર ભરતી.
-TDO (તાલુકા વિકાસ અધિકારી)
2014માં 60 જગ્યાઓ
2015માં 40 જગ્યાઓ તથા 2016માં 12 જગ્યાઓ ઉપર ભરતી.

રેવન્યુ ડીપાર્ટમેન્ટ (મહેસૂલ)
-જુનિયર કલાર્ક
2014માં 1000 જગ્યાઓ, 2015માં 180 જગ્યાઓ તથા 2016માં 180 જગ્યાઓ ઉપર ભરતી.
-રેવન્યુ તલાટી
2015માં 900 જગ્યાઓ તથા 2016માં 80 જગ્યાઓ ઉપર ભરતી.
-નાયબ મામલતદાર
2014માં 200 જગ્યાઓ, 2015માં 80 જગ્યાઓ તથા 2016માં 79 જગ્યાઓ ઉપર ભરતી.
-મામલતદાર
2014માં 80 જગ્યાઓ, 2015માં 20 જગ્યાઓ તથા 2016માં 20 જગ્યાઓ ઉપર ભરતી.

નાણાં વિભાગ (ફાયનાન્સ)
-કલાર્કસ
2014માં 56 જગ્યાઓ, 2015માં 56 જગ્યાઓ તથા 2016માં 56 જગ્યાઓ ઉપર ભરતી.

કૃષિ અને પ્રાણી વિભાગ
-જુનિયર કલાર્કસ
2014માં 100 જગ્યાઓ, 2015માં 80 જગ્યાઓ તથા 2016માં 55 જગ્યાઓ ઉપર ભરતી.
-લાઇન સ્ટોક ઇન્સ્પેકટર
2015માં 200 જગ્યાઓ તથા 2016માં 150 જગ્યાઓ ઉપર ભરતી.
-એગ્રીકલ્ચર ઓફિસર
2014માં 90 જગ્યાઓ ઉપર ભરતી.
-વેટરનરી ઓફિસર
2014માં 40 જગ્યાઓ ઉપર ભરતી.

શિક્ષણ વિભાગ (એજયુકેશન)
-જુનિયર કલાર્કસ
2014માં 100 જગ્યાઓ, 2015માં 50 જગ્યાઓ તથા 2016માં 50 જગ્યાઓ ઉપર ભરતી.

GAD (સામાન્ય વહીવટ વિભાગ)
-ઓફીસ આસીસ્ટન્ટ
2014માં 200 જગ્યાઓ, 2015માં 150 જગ્યાઓ તથા 2016માં 150 જગ્યાઓ ઉપર ભરતી.
-નાયબ સેકશન ઓફિસર
2014માં 32 જગ્યાઓ, 2015માં 86 જગ્યાઓ તથા 2016માં 71 જગ્યાઓ ઉપર ભરતી.
-ગુજરાત વહીવટી સેવા
(GAS -ડે. કલેકટર)
2014માં 35 જગ્યાઓ, 2015માં 25 જગ્યાઓ તથા 2016માં 25 જગ્યાઓ ઉપર ભરતી.

ગૃહ મંત્રાલય (હોમ મીનીસ્ટ્રી)
-એ.એસ.આઇ.
2014માં 400 જગ્યાઓ, 2015માં 400 જગ્યાઓ તથા 2016માં 400 જગ્યાઓ ઉપર ભરતી.
-કોન્સ્ટેબલ (હથીયારી)
2014માં 800 જગ્યાઓ 2015માં 700 જગ્યાઓ તથા 2016માં 800 જગ્યાઓ ઉપર ભરતી.
-કોન્સ્ટેબલ (બિન હથીયારી)
2014માં 2700 જગ્યાઓ, 2015માં 2950 જગ્યાઓ તથા 2016માં 2600 જગ્યાઓ ઉપર ભરતી.
-પી.એસ.આઇ.
2014માં 250 જગ્યાઓ, 2015માં 250 જગ્યાઓ તથા 2016માં 250 જગ્યાઓ ઉપર ભરતી.

શ્રમ અને રોજગાર મંત્રાલય
-જુનિયર કલાર્કસ
2014માં 80 જગ્યાઓ ઉપર ભરતી.
-જુનિયર કલાર્કસ (રોજગાર)
2014માં 40 જગ્યાઓ ઉપર ભરતી.

નર્મદા વિભાગ
-આસીસ્ટન્ટ સિવિલ એન્જીનીયર્સ
2014માં 250 જગ્યાઓ ઉપર ભરતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
