ગુજરાતની શાળાઓમાં ખાલી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોની ભરતી કરી રદ, વિવાદ બાદ સરકારનો નિર્ણય
Gujarat Teachers Recruitment: ગુજરાત સરકારે વિદ્યાસહાયકોની ભરતીને લઈને તાત્કાલિક ધોરણે પોતાના મનસ્વી નિર્ણયને બદલવાની ફરજ પડી છે. સરકારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય હવે રદ કર્યો છે. આ નિર્ણયમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ધોરણ-1થી 12માં શિક્ષકોની ઘટ નિવારવા માટે વચગાળાની વ્યવસ્થા રૂપે 62 વર્ષથી વધુ ઉંમરના હોય તેવા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. સરકારના આ નિર્ણયનો વિરોધ થતાં સરકારે હવે યુ ટર્ન લીધો છે. વિવાદ વધતાં જ સરકારે શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કર્યો છે.

ગુજરાત સરકારના આ નિર્ણય બાદ વિવાદ વકર્યો હતો. શાળા સંચાલક મંડળે આ નિર્ણય બાદ નારાજગી દર્શાવી હતી અને સરકારને પત્ર લખીને નિવૃત્ત શિક્ષકના સ્થાને બેરોજગાર શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી હતી. નિવૃત્ત શિક્ષક આવે તે આનંદની વાત છે પણ બેરોજગાર શિક્ષકોની ભરતી થવી જોઈએ. ગુજરાતમાં જેટલી ઘટ છે તેટલા શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે.
આ ઉપરાંત ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પર સરકાર સામે રોષે ભરાયા હતાં. હાલમાં શિક્ષક ભરતીને લઈને કચ્છ સહિતના જિલ્લાઓમાં શિક્ષકોની ઘટને લઈને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓ પણ શિક્ષકોની ભરતી કરવા માટે હાથમાં બેનર લઈને વિરોધ કરતા હોવાનું સામે આવ્યું હતું. સરકારના આ નિર્ણયથી ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો. આ વિરોધ અને ટીકાઓના વંટોળના કારણે સરકાર ભોંઠી પડી અને બે દિવસમાં જ આ નિર્ણય પરત ખેંચવામાં આવ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
