Gujarat election: આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા આ સીટો પરથી લડશે ચૂંટણી
Aam aadmi party gujarat candidates: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવા જઈ રહ્યુ છે ત્યારે બધા પક્ષો પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પોતાના 150થી વધુ ઉમેદવારો ઘોષિત કરી ચૂકી છે. આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલે ફરીથી ઉમેદવારોની ઘોષણા કરીને કહ્યુ કે ગોપાલ ઈટાલિયા સુરતમાં કતારગામથી અને મનોજ સોરઠિયા કારંજ વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી લડશે.

તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ મંગળવારે જ ચૂંટણી માટે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી હતી. જેમાં સાત ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. હવે AAPના કન્વીનર અને દિલ્લીના મુખ્યમંત્રીએ ટ્વિટ કર્યુ છે કે, 'રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે'. તેમણે કહ્યુ કે ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા નેતા ગોપાલ ઈટાલિયા સુરતના કતારગામ વિધાનસભા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા કારંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 20 સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં આપના સ્ટાર પ્રચારક છે. ક્રિકેટર અને પંજાબના રાજ્યસભા સાંસદ હરભજન સિંહ પણ સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતમાં પાર્ટીનો પ્રચાર કરશે.
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી અને ગુજરાતમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા, અલ્પેશ કથીરિયા અને યુવરાજ જાડેજા પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે. પંજાબ સરકારના બે મહિલા મંત્રીઓ બલજિંદર કૌર અને અનમોલ ગગન માન પણ ગુજરાત માટે આપના સ્ટાર પ્રચારકોની યાદીમાં છે.












Click it and Unblock the Notifications
