ગુજરાત ચૂંટણીઃ આ સ્થળોએ EVMમાં સર્જાઇ ટેક્નિકલ ખામી

દાહોદના ઝરીખુર્દ ગામે ઈવીએમ ખોટવાયું. વહીવટી તંત્ર દ્વારા નવું ઈવીએમ મુકવામાં આવ્યા બાદ પુનઃ મતદાન શરૂ થયું છે. જ્યારે મોડાસાના દાવલી અને વટડામાં ઈવીએમ ખોટવાયું હોવાના અહેવાલ છે.
નડિયાદમાં ઇવીએમ ખોટવાયું છે. 131 મતદાન મથક મહાગુજરાત આયુર્વેદિક કોલેજમાં ઈવીએમ મશિન ખોટવાયું છે. જેના કારણે થોડા સમયે મતદાન રોકવામાં આવ્યું છે. તો બીજી તરફ અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં મતદાન મથક 189-190 પર ઇવીએમ મશિન ખોટવાયું છે. મેમનગર 29મા ઇવીએમ ખોટવાયું. 304-310માં ઇવીએમ ખોટવાયું છે. સાબરકાંઠાના વાઘપુરમાં ઇવીએમ મશિન ખોટવાયું છે.
બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તેને લઇને કેટલાક સંવેદનશિલ વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી રાણીપમાં મત આપતા હોય આજે 8 વાગ્યાથી મતદાતાઓ તેમને નિહાળવા અને મત આપવા માટે લાંબી લાઇન જોવા મળી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 અંતર્ગત ગુજરાતમાં બીજા તબક્કામાં 12 જિલ્લાની 95 બેઠકોના 820 ઉમેદવારો માટે 17 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આ 95 બેઠકોમાં કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કાની ઘણી બેઠકોને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આજે થનારા મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને જીપીપીના મોટા માથાઓનું ભાવિ ઇવીએમમાં કેદ થવાનું છે.
પ્રથમ તબક્કામાં 68 ટકા મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઇ ગયું છે. જેમાં અંદાજે 68 ટકાની આસપાસ મતદાન થયો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ગુજરાતની 87 બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આઠ પ્રધાનો અને ત્રણ વર્તમાન સાસંદો સહિત 846 ઉમેદવારોના ભાવી ઇવીએમ મશિનમાં કેદ થઇ ગયા છે. સવારના 8 વાગ્યાથી લઇને 5 વાગ્યા સુધી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથણ તબક્કાની ચૂંટણીનું પરિણામ 20 ડિસેમ્બરે જોવા મળશે. ચૂંટણી દરમિયાન અમુક સ્થળે નાના-મોટા છમકલા થયા હતા, જ્યારે અન્ય બેઠકો પર સામાન્ય અને શાંત વાતાવરણમાં મતદાન થવા પામ્યું હતું. જો કે, કેટલાક મતદાન મથકો પર ઇવીએમ મશિન ખોટવાઇ જવાના બનાવો પણ બનવા પામ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
