CM રૂપાણીની જાહેરાત: ગુજરાતમાં રિલીઝ નહીં થાય 'પદ્માવતી'
બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી પત્રકાર પરિષદફિલ્મ 'પદ્માવતી' નહીં થાય ગુજરાતમાં રિલીઝઆ અંગે વધુ વાંચો અહીં...
ફિલ્મ 'પદ્માવતી'નો વિવાદ હજુ પણ શમ્યો નથી, જેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા. થોડા દિવસ પહેલાં જ સમાચાર આવ્યા હતા કે, ફિલ્મ નિર્માણ કંપનીએ સ્વેચ્છાએ આ ફિલ્મની રિલીઝ તારીખ પાછળ ખેંચી લીધી છે. હવે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ કરી જાહેરાત કરી હતી કે, ફિલ્મ 'પદ્માવતી' રાજ્યમાં રિલીઝ નહીં થાય. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મથી લોકોની લાગણી દુભાઇ છે. ફિલ્મ અંગેનો વિવાદ પૂરો થયા બાદ આ અંગે વિચારણા કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સરકારની છે. વિવાદોથી વાતાવરણ બગડે નહીં, ખાસ કરીને ચૂંટણી નજીક છે એને માટે પણ કાયદો વ્યવસ્થા જળવાય જરૂરી છે. આથી આ નિર્ણય લેવાયો છે.

તેમણે આગળ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજ સહિત ઘણા લોકોની લાગણી દુભાઇ છે, ધાર્મિક અને વ્યક્તિગત ભાવનાઓને ઠેસ પહોંચી છે. ફિલ્મને લગતા આ વિવાદો પૂરા ન થાય ત્યાં સુધી પદ્માવતી ફિલ્મ ગુજરાતમાં દેખાડવામાં નહીં આવે. ગૃહ મંત્રાયલમાં આ અંગેની કાર્યવાહી આજથી શરૂ થઇ છે. મેં આ ફિલ્મ નથી જોઇ, જોવાની જરૂર પણ નથી. જે લોકો વિરોધ કરી રહ્યાં છે, એમને ફિલ્મ બતાવે. જેમની લાગણી ઘવાઇ છે, તેમનું સમાધાન થાય એ પછી ફિલ્મની રિલીઝ અંગે વિચારણા થશે. લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ પ્રત્યેનો રોષ રાજસ્થાનથી થઇ ગુજરાતમાં પણ પહોંચ્યો હતો. રાજપૂત કરણી સેના દ્વારા ગાંધીનગરમાં આ ફિલ્મના વિરોધમાં મહાસંમેલનમાં મોટા પ્રમાણ લોકો જોવા મળ્યા હતા, આ સાથે જ સુરતમાં પણ રાજપૂતો ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પણ ફિલ્મના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
