રાધનપુરમાં અલ્પેશને ટક્કર આપશે BJPના 2 ધૂરંધરો!
રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરને ટક્કર આપશે ભાજપના બે ધૂરંધરોભાવસિંહ રાઠોડ આપી શકે ભાજપને સમર્થનઆ અંગે વધુ વાંચો અહીં...
પાટણની રાધનપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો છે. ભાજપ દ્વારા આ બેઠક પરથી લવિંગજી સોલંકીને ટિકિટ આપવમાં આવી છે, તો કોંગ્રેસ દ્વારા આ બેઠક અલ્પેશ ઠાકોરને ફાળવવામાં આવી છે. એખ મહિના પહેલાં જ કોંગ્રેસ સાથે હાથ મિલાવનાર નેતા અલ્પેશ ઠાકોરને ટક્કર આપવાની ભાજપે પણ પૂરી તૈયારી આદરી છે. પાટણની આ બેઠક પર ભાજપ મોટેભાગે જીતે છે, જ્યારે કોંગ્રેસને એક પણ વાર જીતનો સ્વાદ ચાખવા મળ્યો નથી. પરંતુ આ વખતે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી, વિજયની દિશમાં એક ડગલું આગળ વધાર્યું છે. સોમવારે અલ્પેશ ઠાકોરે આ બેઠક પરથી ઉમેદવારીનું પત્ર ભર્યું હતું.

રાધનપુર વિસ્તારમાં બહોળા પ્રમાણમાં ઠાકોર સમાજના મતદારો છે. ભાજપના ઉમેદવાર લવિંગજી સોલંકી ઠકોર સમાજના અગ્રણી છે, આ વિસ્તારમાં તેમનું ખાસું વર્ચસ્વ છે. તેઓ શંકરસિંહ વાઘેલાના ચુસ્ત સમર્થક હતા અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તો બીજી તરફ ભાવસિંહ રાઠોડ પણ ભાજપને સમર્થન જાહેર કરે એવી શક્યતા છે. એ પણ ઠાકોર સમાજના અગ્રણી છે અને ઠાકોર સમાજ પર તેમનો દબદબો છે તથા તેઓ ભાજપ અને કોંગ્રેસ બંનેના ધારાસભ્ય રહી ચૂક્યાં છે. અલ્પેશ ઠાકોર અને તેના સમર્થકોને ટક્કર આપવા માટે ભાજપે બે ધૂરંધરો ઊભા કર્યા છે. આમ, રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરની તાકાત ઓછી કરવામાં ભાજપે કોઇ કસર બાકી નથી રાખી. આ બેઠક પરના જાતિવાદના સમીકરણને ધ્યાનમાં રાખતા જ ભાજપ તમામ નિર્ણયો લઇ રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
