Gujarat Draft Voter List 2025 જાહેર: મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? આ રીતે કરો ચેક
Gujarat Draft Voter List 2025: ગુજરાતમાં રહેતા અને મતાધિકાર ધરાવતા નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગુજરાતની ડ્રાફ્ટ વોટર લિસ્ટ (પ્રાથમિક મતદાર યાદી) 2025 જાહેર કરી દેવામાં આવી છે. જો તમારા મતદાર કાર્ડમાં કોઈ ભૂલ હોય અથવા નામ કપાઈ ગયું હોય, તો સુધારા માટેની વિન્ડો પણ ખોલવામાં આવી છે.

18 જાન્યુઆરી સુધી સુધારા માટે છેલ્લી તક
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ, મતદારો પાસે પોતાનું નામ ચેક કરવા અથવા કોઈ પણ વાંધા-અરજી રજૂ કરવા માટે 18 જાન્યુઆરી 2026 સુધીનો સમય છે. આ સમયગાળા દરમિયાન તમે નવું નામ નોંધાવી શકો છો અથવા જૂની વિગતોમાં ફેરફાર કરાવી શકો છો.
ઓનલાઈન નામ કેવી રીતે ચેક કરશો? (Step-by-Step Guide)
તમારે તમારી વિગતો તપાસવા માટે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી, તમે ઘરે બેઠા આ રીતે ચેક કરી શકો છો.
- સૌ પ્રથમ CEO ગુજરાતની સત્તાવાર વેબસાઈટ voters.eci.gov.in પર જાઓ.
- ત્યાં 'Electoral Rolls' સેક્શનમાં જઈ વર્ષ 2026નો વિકલ્પ પસંદ કરો.
- હવે ગુજરાતના તમામ 33 જિલ્લાઓની યાદી દેખાશે, તેમાંથી તમારો જિલ્લો પસંદ કરી 'Show' પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારા વિધાનસભા વિસ્તાર મુજબની યાદી ખુલશે.
- તમારા મતદાન મથક (બૂથ) સામે આપેલી લિંક પર ક્લિક કરવાથી આખી PDF ડાઉનલોડ થશે, જેમાં તમે નામ ચેક કરી શકશો.
ઝડપી રસ્તો: જો તમારે PDFમાં નામ શોધવું ન હોય, તો તમે electoralsearch.eci.gov.in પર જઈને તમારા EPIC નંબર (વોટર આઈડી કાર્ડ નંબર) દ્વારા સીધી જ માહિતી મેળવી શકો છો.
શા માટે નામ તપાસવું જરૂરી છે?
ચૂંટણી પંચના અહેવાલ મુજબ, આ વખતે રિવિઝન પ્રક્રિયામાં જાણવા મળ્યું છે કે આશરે 40 લાખ લોકો કાયમી ધોરણે અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયા છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં લોકોએ રહેઠાણ બદલ્યા હોવાથી ઘણાના નામ જૂની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જો તમે પણ ઘર બદલ્યું હોય, તો તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે ચકાસી લેવું હિતાવહ છે.
BLO રિપોર્ટ શું છે?
દરેક બૂથની યાદી સાથે BLO (બૂથ લેવલ ઓફિસર)નો રિપોર્ટ પણ હોય છે. જેમાં મૃતક મતદારો, ડુપ્લિકેટ નામ અથવા સ્થળાંતર કરી ગયેલા લોકોની વિગતો હોય છે. જો તમારું નામ કોઈ કારણસર કાઢી નાખવામાં આવ્યું હોય, તો તેનું કારણ પણ ત્યાં દર્શાવેલું હશે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
