'ગુજરાતનું દેવું ટકાવારીની દ્રષ્ટિએ સતત ઘટતું જાય છે'

ગુજરાત ફિસ્કલ રીસ્પોન્સીબીલીટી એકટ, ર૦૦પની જોગવાઇઓનો તથા ગુજરાત ફિસ્કલ રીપોર્ટર૦૦૮નો ઉલ્લેખ કરતાં આર. એમ. પટેલે જણાવ્યું હતું કે, આ એકટના આધારે ગુજરાત વિધાનસભામાં રેવન્યુ ડેફીસીયન્સી ઝીરો (શૂન્ય) રાખવાનું સ્વીકારાયું છે. જયારે ગુજરાત સરકારના બજેટમાં ૩,૮પ૭ કરોડની રેવન્યુ પુરાંત દર્શાવવામાં આવી છે. જે સમૃદ્ધિની નિશાની છે. આ એકટ અનુસાર ફીસ્કલ ડીપોઝીટ ૩ ટકા કરતાં ઓછી હોવી જોઇએ તેવું સ્વીકારાયું હતું. તેના બદલે રાજ્ય સરકારની ફીસ્કલ ડીપોઝીટ ર.૬૧ ટકા છે જે સફળ નેતૃત્વ અને કુશળ વહીવટ દર્શાવે છે.
આ એકટ અનુસાર ગ્રોસ ડોમેસ્ટી પ્રોડકટ (જી.ડી.પી.)ના ર૭ ટકા સુધી દેવું કરી શકાય છે. પરંતુ ગુજરાતનું વર્ષ ર૦૧ર૧૩માં દેવું માત્ર ૧૯.૯૩ ટકા જ છે. આ ઉપરાંત આ દેવું ટકાવારીની દ્રષ્ટિએ પણ સતત ઘટતું જાય છે. ર૦૦૪-૦પમાં ર૮.૦૦ ટકા, ર૦૦પ-૦૬માં ર૭.પ૬ ટકા, ર૦૦૭-૦૮માં રપ.૬૦ ટકા, ર૦૦૮-૦૯માં ર૩.૬પ, ર૦૦૯-૧૦માં ર૭.૭૭, ર૦૧૦-૧૧માં ર૦.૯૦ ટકા, ર૦૧૧-૧રમાં ર૦.૧૭ ટકા અને આજે ઘટીને ર૦૧ર-૧૩માં ૧૯.૯૩ ટકા થયું છે.
ગુજરાતનું દેવું ૧,ર૩,પ૦૬ કરોડનું છે. તેમાંથી ૬૧,૪પ૪ કરોડનું એટલે કે ૪૯.૮૦ ટકા માર્કેટ બોરોલીંગથી લેવાયેલું છે. જે સરકારમાં માર્કેટનો વિશ્વાસ પ્રતિપાદિત કરે છે. તેમણે દુઃખ સાથે એમ પણ જણાવ્યું હતું કે, ભારત સરકારની લોન એડવાન્સીસ પેટે માત્ર ૬ ટકા જ છે જે ટકાવારી ખરેખર વધારે હોવી જોઇએ. આ જાહેર દેવાની કોસ્ટ ર૦૦૧૦રમાં ૧૩.પ૦ હતી તે ર૦૧ર૧૩માં ૮.૮ર છે. હાલની જી.ડી.પી. પ્રમાણે રાજ્ય આઉટ સ્ટેન્ડીંગ ગેરન્ટી તરીકે ૧૬,૦૦૦ કરોડ આપી શકે, આમ છતાં આ સરકારે ૭,ર૩૪ કરોડની ગેરંટી આપી છે. જી.ડી.પી.નો ગ્રોથ પણ સારો છે.
પરિવહનની વિગતો આપતાં આર. એમ. પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૭૩,૦૦૦ કિ.મી. રોડનું ૯૭ ટકાનું નેટવર્ક છે અને માત્ર ર,૩૪પ કિ.મી.ના રસ્તા જ કાચા છે. ગુજરાતમાં પ,ર૭૧ કિ.મી.નું રેલવે નેટવર્ક છે જે અપૂરતું છે. ગુજરાતના રસ્તાઓની નોંધ વિશ્વબેંકે પણ લીધી છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘‘રીફોર્મ ઇન ધ રોડ સેક્ટર લર્નીંગ ફ્રોમ ગુજરાત'' અહેવાલ અનુસાર ગુજરાતના રસ્તા આંતરરાષ્ટ્રીય કક્ષાના છે.
ઇન્દીરા આવાસ યોજનામાં રાજ્ય સરકારની કામગીરી નબળી હોવાના કેન્દ્ર સરકારના આક્ષેપને પાયાવિહોણો ગણાવી તેમણે જણાવ્યું હતું કે, ર૦૦રમાં ૧૩,૯ર,૦૦૦ કાચા આવાસો હતા. તેમાંથી ૯,૯૯,૦૦૦ને આવાસો આપી દેવાયા છે. ૦૧૬ના ૧,૩૩,૦૦૦ લાભાર્થી પોતાના ખેર્ચે ર,૬૪૩ કરોડ રોકીને આવાસો અપાયા છે. આમ, ૧૧,૩ર,૦૦૦ને આવાસો આપી દેવાયા છે, જે બિરદાવવા લાયક છે. આટલી સુંદર કામગીરી કરનાર અન્ય કોઇ રાજ્ય નહીં હોય, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
