ગુજરાત કોંગ્રેસ 9 ઓગસ્ટથી નવા સભ્યોની ભરતી ઝુંબેશ શરૂ કરશે
અમદાવાદ, 10 જુલાઇ : ગુજરાતમાં કોંગ્રેસે સંગઠનને મજબુતી પ્રદાન કરવા નવા સભ્યોની નોંધણી ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેનો પ્રારંભ આગામી સમયમાં ઓગસ્ટ ક્રાંતિ દિન એટલે કે 9 ઓગસ્ટ, 2014થી શરૂ થશે.
આ ઝુંબેશ અંતર્ગત પ્રથમ પખવાડિયુ તમામ તાલુકા તથા જિલ્લા મથકોએ સભ્યો નોંધણી કરવામાં આવશે. આ ઝુંબેશ ચલાવી 15 લાખ સભ્યો નોંધવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઝુંબેશ 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ પછી બીજા તબક્કામાં તમામ સ્તરે સંગઠનની ચુંટણી થશે જે લોકો વિધીવત રીતે પાર્ટીના સભ્ય બન્યા હશે તે જ ચુંટણી લડી શકશે અને મતદાન આપી શકશે.

ગુજરાતમાં કોંગ્રેસે છેલ્લે વર્ષ 2011માં સભ્ય નોંધણી ઝુંબેશ ચલાવી હતી. તે સમયે કુલ 12 લાખ સભ્યો નોંધાયા હતા. આ વખતે વધુ 3 લાખના ઉમેરા સાથે 15 લાખ સભ્ય નોંધવાનું નકકી કરવામાં આવ્યુ છે.રાજય કક્ષાએ સભ્ય નોંધણી ઝુંબેશના સંકલનની જવાબદારી બાલુભાઇ પટેલને સોંપવામાં આવી છે.
નોંધનીય બાબત છે કે ગુજરાત કોંગ્રેસના સભાસદ બનવા માટે રૂપિયા 5 ફી રાખવામાં આવી છે. જો 15 લાખ સભ્યો નોંધાય તો સભ્ય ફી પેટે પાર્ટીને રૂપિયા 75 લાખની આવક થઇ શકશે.
ઝુંબેશના માર્ગદર્શન માટે તમામ જીલ્લા એકમોને પરિપત્ર મોકલી દેવામાં આવ્યા છે. હવે પછી જે સભ્ય બની રહયા છે તેની મુદત પાંચ વર્ષની રહેશે. તમામ શહેર-જિલ્લાઓમાં સભ્ય નોંધણી ઝુંબેશ માટે ઇન્ચાર્જની નિમણુંક કરવામાં આવશે.
છેલ્લી ધારાસભાની અને લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસનો દેખાવ અતિ નબળો રહયા બાદ પ્રથમ વખત સભ્ય નોંધણી ઝુંબેશ આવી રહી છે. પાર્ટીમાં નવા લોહીનો પ્રવેશ થવાથી નવુ જોમ આવશે તેવી કાર્યકરોને આશા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
