મોદી નથી ઇચ્છતા કે પાર્લેમેન્ટમાં જય શાહની ચર્ચા થાય : રાહુલ ગાંધી
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અરવલ્લીના બાયડમાં ખેડૂત અધિકાર સભાને સંબોધન કરવા આવી પહોંચ્યા છે. જાણો તેમની આ જનસભા વિષે વિગતવાર અહીં.
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. ત્યારે રાહુલ ગાંધીએ દહેગામ પછી અરવલ્લીના બાયડમાં ખેડૂત અધિકાર સભાને સંબોધન કરવા આવી પહોંચ્યા છે. આ પ્રસંગે તેમની સાથે અશોક ગહેલોત સમેત ભરત સિંહ સોલંકી જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા હતા. વધુમાં મોટી સંખ્યામાં લોકો પણ રાહુલ ગાંધીની આ સભામાં હાજરી આપી હતી. ત્યારે આ સભામાં રાહુલ ગાંધીએ રાફેલ કરાર, નોટબંધી, જય શાહ જેવા મુદ્દાઓ પર પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને ધેરવાનો પ્રયાસ કર્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું કે મનરેગાને ચલાવવા માટે કેન્દ્ર સરકારે 35 હજાર કરોડ રૂપિયા લગાવ્યા હતા. તેટલા જ રૂપિયા પીએમ મોદીએ ગુજરાતમાં ટાટા નેનો કંપનીને આપ્યા છે. તેમણે કહ્યું કે તમારી વિજળી, પાણી અને જમીન ટાટા નેનોએ લઇ લીધી. પણ શું તમને તે પછી ગુજરાતના રસ્તા પર ટાટા નેનો જોઇ? સાથે જ તેમણે સ્વાસ્થય કેન્દ્રના ખાનગીકરણ પર પણ કહ્યું કે મધ્યમ વર્ગનો માણસ બિમારીના કારણે દેવામાં પડી જાય છે. આ તમારા પૈસા છે નરેન્દ્ર મોદીજીની પૈસા નથી. ગુજરાતી જનતાના પૈસા છે.
ગુજરાતના કરોડો ખેડૂતોને મોદીએ 1 રૂપિયો પણ નથી આપતો. ગુજરાતના ખેડૂતોએ ગુજરાત માટે લોહી પાણી એક કરે છે. પણ આજના ગુજરાતમાં તેમની કોઇ જગ્યા નથી. જો કોઇની જગ્યા છે તો તે છે ઉદ્યોગપતિઓની.
સાથે જ રાહુલ ગાંધીએ પુછ્યું કે નોટબંધી વખતે શું તમે કોઇ ઉદ્યોગપતિને લાઇનમાં ઉભેલો જોયો છે. ભારતના તમામ ચોરોએ તેમનું કાળું નાણું સફેદ કરી દીધું. તે પછી ગબ્બર સિંહ ટેક્સ આવ્યો એટલે કે જીએસટી. જેનાથી વેપારીઓને નુક્શાન થયું. મોદીજી જાદુગર છે તે જાદુથી એક એક કંપની નીકળી છે. જેના કારણે જય શાહ જ્યાદા ખાઇ ગયો.
તેમણે લોકોને પુછ્યું કે 50 હજાર રૂપિયામાં ત્રણ ચાર મહિનામાં શું તમે 80 કરોડમાં કરી શકો છો? ચોરીથી જ આ બન્યું છે. ભારતમાં ખાલી એક જ કંપની છે તે છે જય શાહની કંપની. સાથે જ તેમણે કહ્યું કે મોદી નથી ઇચ્છતા કે પાર્લેમેન્ટમાં જય શાહની ચર્ચા થાય કે પછી રફાલનો કોન્ટ્રાક્ટ ઉદ્યોગપતિઓને કેમ આપવામાં આવ્યો તે મામલે ચર્ચા થાય માટે તે પાર્લામેન્ટના શિયાળુ સત્રને ચાલુ નથી થવા દેતા. રાહુલે કહ્યું કે પીએમ મોદીનો હવે એક નવો નારો બહાર આવ્યો છે. ના બોલીશ ન બોલવા દઇશ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
