કોંગ્રસમાં ઘીના ઠામમાં ઘી, રાજેન્દ્ર પટેલ રાજીનામું નહીં આપે
ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે દંડક પદેથી રાજીનામું આપવાનો પોતાનો નિર્ણય આખરે પરત ખેંચી લીધો છે.
આજે ડો. કિરીટ પટેલ દંડક પદેથી રાજીનામું સોંપવા વિધાનસભા પહોંચ્યા હતા. તેમણે વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીના કાર્યાલયની મુલાકાત લીધી, જ્યાં ચૌધરી ગેરહાજર હતા. કોંગ્રેસ કાર્યાલયમાંથી તેમણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે ફોન પર વાતચીત કરી હતી.

તેમણે પોતાના મતવિસ્તાર સંબંધિત પ્રદેશ બોડીના નિર્ણયને રદ કરવા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે પગલાં લેવા માંગ કરી હતી. આ વાટાઘાટો બાદ જ તેઓ રાજીનામું ન આપવા સંમત થયા હતા.
ડો. કિરીટ પટેલે મીડિયાને જણાવ્યું કે, મને આશ્વાસન મળ્યું છે કે અમારી માંગણીઓ પર નિર્ણય લેવાઈ ગયો છે. આગામી દિવસોમાં પક્ષ વિરુદ્ધ કામ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. તેમણે ઉમેર્યું કે, હાલ પૂરતું દંડક પદેથી રાજીનામું મોકૂફ રાખ્યું છે. 2017 અને 2022માં પક્ષ વિરુદ્ધ કામ કરનારાઓના નામો પણ મેં આપ્યા છે.
આ વિવાદનું મૂળ પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચામાં ચાલતા હોદ્દા સંબંધિત આંતરિક સંઘર્ષમાં છે. વિવાદ ત્યારે સપાટી પર આવ્યો, જ્યારે ગઈકાલે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો દ્વારા તાળાબંધી કરાઈ હતી. આ પ્રદર્શન પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે હતું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
