કોંગ્રેસમાં ઘમાસાણ, જામ ખંભાળિયામાં પૂનમ માડમનું રાજીનામુ

ગુજરાત રાજયની મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં થઇ રહેલી વિકાસયાત્રાથી આકર્ષાઈ જામનગર જિલ્લાના ખંભાળીયાના પૂર્વ ધારાસભ્ય સ્વ. હેમતભાઈ માડમના પુત્રી પુનમબેન માડમ કોંગ્રેસ છોડી આજ રોજ ભાજપામાં જોડાયા હતા.
જામનગરના જામખંભાળિયાના મુખ્ય કોંગ્રેસી ઉમેદવાર પૂનમ માડમે આજે કોંગ્રેસ પક્ષમાંથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. પૂનમ માડમે કોંગ્રેસમાંથી વિધિવત રાજીનામુ આપી પૂનમ ભાજપા સાથે જોડાયા છે. પૂનમે જણાવ્યું હતું કે 'છેલ્લા ચાર વર્ષથી મારો કોંગ્રેસ પક્ષમાંથી વિશ્વાસ ઉઠતો જઇ રહ્યો હતો તેમજ ગુજરાતના નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મને ભરોશો બેસ્યો છે માટે હુ ભાજપ સાથે જોડાઇ છું.'
પુનમ માડમના પિતાએ ૬ ટર્મ ખંભાળીયાના ધારાસભ્ય તરીકે અને સતત ત્રણવાર જામનગરના મેયર તરીકે સેવા આપી હતી. પુનમબેન માડમના ભાજપાના પ્રવેશને પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ સહિત આગેવાનોએ આવકારી છે.
શૈલેશ પરમારના વિરોધમાં ત્રણ કોંગ્રેસી નેતાઓના રાજીનામા
કોંગ્રેસે ગુજરાતની દાણીલીમડા બેઠક માટે શૈલેષ પરમારના નામની જાહેરાત કરી છે જેના વિરોધમાં કોગ્રેસના પ્રવક્તા જયંતિ પરમારે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જયંતિ પરમારે રાજીનામુ આપી દીધું છે. તેમની સાથે સાથે ઉપપ્રમુખ ગીરીશ પરમાર, શહેર મહામંત્રી ખેમચંદ સોલંકી પ્રદેશમંત્રી ગુણવંત મકવાણાએ પણ પોતાના રાજીનામાની જાહેરાત કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં ગઇકાલે દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક બાદ 52 ઉમેદવારોની પ્રથમ અને 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જોકે 46 ઉમેદવારોની બીજી યાદી કોંગ્રેસે પરત ખેંચી લીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
