સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસનો માસ્ટર પ્લાન, રાજ્ય સ્તરે વિવિધ સમિતિઓ બનાવી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓનો જંગ જીતવા માટે કોંગ્રેસે કમર કસી છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા મંજૂરી મળતા જ રાજ્ય સ્તરે વિવિધ મહત્વની સમિતિઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ચૂંટણી માટે સચોટ રણનીતિ ઘડવા માટે ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં વ્યૂહરચના સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિમાં લાલજી દેસાઈ ઉપાધ્યક્ષ અને હેમંગ વસાવડા કન્વીનર તરીકે પક્ષને જીત માટે માર્ગદર્શન પૂરું પાડશે.
ચૂંટણી પ્રચારને વેગ આપવાની જવાબદારી શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી અને જેનીબેન ઠાકોરને સોંપવામાં આવી છે. આ ત્રિપુટી રાજ્યભરમાં પક્ષનો પ્રચાર-પ્રસાર મજબૂત કરવા માટે આયોજનબદ્ધ રીતે કાર્ય કરશે.
વ્યવસ્થાપન સમિતિની કમાન સિદ્ધાર્થ પટેલને સોંપાઈ છે, જ્યારે જીગ્નેશ મેવાણી અને બિમલ શાહ તેમાં સહયોગ આપશે. કાર્યક્રમ અમલીકરણ માટે જગદીશ ઠાકોર અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે.
પક્ષનો મેનિફેસ્ટો તૈયાર કરવા માટે શૈલેષ પરમાર અને ડૉ. મનીષ દોષીને મહત્વની જવાબદારી મળી છે. મીડિયા સમિતિના માધ્યમથી ડૉ. અમી યાજ્ઞિક અને તેમની ટીમ જનતા સુધી પક્ષના સંદેશા પહોંચાડશે.
જાહેર પ્રચાર માટે કાદિર પીરઝાદા, અનંત પટેલ અને ચેતન રાવલની ટીમ મેદાનમાં ઉતારવામાં આવી છે. આ તમામ સમિતિઓ હવે આગામી દિવસોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં સક્રિયપણે જોડાઈ જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
