ગુજરાતના મુખ્યમંત્રીએ ટેકનિકલ શિક્ષણ પોર્ટલ KnowYourCollege.in લોન્ચ કર્યું
અમદાવાદ, 12 જુલાઇ : ગુજરાતનાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે શુક્રવાર, 11 જુલાઇ, 2014ના રોજ રાજ્ય સરકારની ઇનોવેટિવ 'નો યોર કોલેજ'નામના પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પોર્ટલ વિદ્યાર્થીઓને અનેક રીતે ઉપયોગી બનશે તેમ કહેવામાં આવ્યું છે.
આ પોર્ટલનું URL છે http://www.knowyourcollege.in/ પોર્ટલમાં સર્ચ કરતા વિદ્યાર્થીઓને ઇજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ કોલેજમાં પ્રવેશને લગતી તમામ પ્રકારની મહત્વની માહિતી ઉપલબ્ધ થશે. જે વિદ્યાર્થી આ કોલેજોમાં પ્રવેશ લેવા માટે આતુર છે તેમને ઘરેબેઠા જ પ્રવેશ પ્રક્રિયા સંબંધિત તમામ જાણકારી મળી રહેશે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાના વિસ્તારમાં આવેલી વિવિધ કોલેજોની પણ ઓનલાઇન મુલાકાત લઇ શકશે. આ પોર્ટલની મદદથી વિદ્યાર્થીઓ અને વાલીની પ્રવેશને લગતી મોટામાં મોટી મૂંઝવણનું ઘરેબેઠા નિરાકરણ આવશે. 'નો યોર કોલેજ' પોર્ટલના લોન્ચિંગથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓની પ્રવેશપ્રક્રિયા સરળ બનશે.
તકનીકી શિક્ષણ સંબંધિત વેબપોર્ટલ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને ગુજરાતના ટેકનિલ શિક્ષણ કમિશનર જયંતિ રવિની પહેલથી Technical Education Information Systems (TEIS) દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા યોજાયેલા આ પોર્ટલના લોન્ચિંગ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વસુબહેન ત્રિવેદી, પ્રાથમિક શિક્ષણ સચિવ સંગીતા સિંઘ, ટેકનિકલ શિક્ષણ કમિશનર જયંતિ રવિ, મુખ્યમંત્રીના સચિવ અજય ભાદુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
