ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણની અટકળો તેજ, જો વિસ્તરણ થાય તો કોને મળી શકે છે સ્થાન
Gujarat News: ગુજરાત રાજ્યના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રીમંડળમાં ફેરફાર અને વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અગાઉ નવરાત્રિ અને હવે દિવાળી બાદ આ ફેરફાર થવાની અટકળો ચાલી રહી હતી. જોકે, આ સતત ચાલતી ચર્ચાઓ પર આજે CM ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં સ્પષ્ટતા કરી દીધી છે.

CMએ મંત્રીઓ સામે શું કહ્યું?
આજે મળેલી કેબિનેટ બેઠકની શરૂઆતમાં જ CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળના સભ્યો સામે સ્પષ્ટતા કરવી પડી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, CMએ મંત્રીઓ તરફ જોઈને કહ્યું હતું કે, "હાલ કંઈ થવાનું નથી, ચિંતા ના કરશો. બધા પોતપોતાના કામે લાગી જાઓ." આ સ્પષ્ટતા દ્વારા તેમણે વિસ્તરણની ચર્ચા પર હાલ પૂરતું વિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે.
સામાન્ય રીતે, વિધાનસભા ચૂંટણીના એક વર્ષ અગાઉ મંત્રીમંડળ અને પક્ષના સંગઠનમાં મોટા ફેરફારો થતા હોય છે, પરંતુ CMની સ્પષ્ટતા બાદ હાલ તાત્કાલિક કોઈ પગલું લેવાશે નહીં તેવું સ્પષ્ટ થયું છે.
કેબિનેટમાં 10 જગ્યાઓ ખાલી, છતાં વિસ્તરણ કેમ અટક્યું?
જગ્યાની સ્થિતિ: રાજ્યના મંત્રીમંડળમાં બંધારણીય નિયમ મુજબ CM સહિત કુલ 27 સભ્યોનો સમાવેશ કરી શકાય છે. જેની સામે હાલમાં CM સહિત માત્ર 17 સભ્યોને સ્થાન અપાયું છે. આ રીતે, કેબિનેટમાં હજુ પણ 10 મંત્રી પદની જગ્યાઓ ખાલી છે.
નવી જવાબદારી: રાજ્યમાં જગદીશ વિશ્વકર્માને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ હોવાથી, તેઓ હવે મંત્રી તરીકેનું સ્થાન નહીં જાળવી શકે તેવી શક્યતા છે.
જો વિસ્તરણ થાય તો કોને મળી શકે છે સ્થાન?
જોકે CMએ હાલ પૂરતી ચર્ચાને શાંત કરી છે, તેમ છતાં રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે પણ વિસ્તરણ થશે, ત્યારે મુખ્યત્વે પ્રાદેશિક અને જ્ઞાતિગત સમીકરણો જાળવવા પર ભાર મૂકવામાં આવશે:
સૌરાષ્ટ્રને પ્રાધાન્ય: સૌરાષ્ટ્ર પ્રદેશને વધુ પ્રાધાન્ય આપવામાં આવી શકે છે, જેમાં ખાસ કરીને પાટીદાર સમાજના પ્રતિનિધિત્વ પર ભાર મુકાશે.
અન્ય પ્રદેશો: આ ઉપરાંત, કચ્છ અને મધ્ય ગુજરાતમાંથી પણ કેટલાક નવા સભ્યોને પ્રતિનિધિત્વ મળી શકે છે.
ફેરફાર: વર્તમાન સરકારમાં વિવાદમાં રહેલા મંત્રીઓમાંથી બચુભાઈ ખાબડ અને ભીખુસિંહ પરમારને પડતા મુકવામાં આવી શકે છે. અન્ય મંત્રીઓને તેમના વિસ્તાર, જાતિ અને કામગીરીના આધારે જાળવી રખાશે.
CMની આજની સ્પષ્ટતાથી હાલ પૂરતું મંત્રી બનવાની આશા રાખતા ધારાસભ્યોને રાહ જોવી પડશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
