ગુજરાત પેટા ચૂંટણી પરિણામઃ ભાજપ 5 બેઠક પર જીત્યુ, 3માં આગળ, કોંગ્રેસમાં સન્નાટો
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ 5 સીટો પર જીતી ગયુ છે.
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ 5 સીટો પર જીતી ગયુ છે. જેમા મોરબી સહિત અબડાસા, ગઢડા, કરજણ અને લીંબડી બેઠકોનો સમાવેશ થાય છે. જ્યારે ધારી, કપરાડા અને ડાંગ બેઠકમાં ભાજપની જીત નક્કી છે. તેમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યુ છે. ભાજપ કાર્યાલયમાં ઉજવણીનો માહોલ છે જ્યારે કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો છે.

Recommended Video

અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા 36 હજારથી વધુ મતોથી અને કરજણમાં અક્ષય પટેલ 16 હજારથી વધુ મતોથી જીતી ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર હાર સ્વીકારીને મતગણતરી કેન્દ્રમાંથી બહાર નીકળી ગયા હતા. કરજણ બેઠકમાં કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ કહ્યુ કે અમારા કાર્યકરોને ડરાવવામાં આવ્યા છે અને તેમને ધમકાવવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્રની બેઠકોની વાત કરીએ તો મોરબીમાં બ્રિજેશ મેરજા 4354 મતોથી વિજેતા બન્યા છે. મોરબીની બેઠક ઘણી રસાકસીભરી રહી. પહેલા કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ આગળ હતા પરંતુ બાદમાં ભાજપે સરસાઈ લઈને જીત મેળવી લીધી હતી. બ્રિજેશ મેરજાને 63959 મતો મળ્યા હતા જ્યારે જયંતિ પટેલને 59595 મતો મળ્યા. ધારી અને ગઢડામાં પણ ભાજપનો ભગવો લહેરાયો. ધારીમાં જે વી કાકડિયા જ્યારે ગઢડામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારનો વિજય થયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
