ગુજરાત પેટાચૂંટણી: ભાજપ-કોંગ્રસના 33 ઉમેદવારોમાં તીવ્ર સ્પર્ધા

પેટા ચુંટણીમાં કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી સહિત નાના રાજકીય પક્ષો તરફથી કોઈ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી. જેથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પેટા ચુંટણીમાં સીધી ટક્કર રહેશે. એક બાજુ કોંગ્રેસ આ તમામ છ બેઠકો જાળવી રાખવાના હેતુથી ચુંટણી પ્રચારમાં વ્યસ્ત છે. જ્યારે બીજી બાજુ ભાજપ આ છ બેઠકો પૈકીની કેટલીક બેઠકો જીતી લઈને કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવા ઈચ્છુક છે.
લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટા ચુંટણી માટે બીજી જુનના દિવસે મતદાન યોજાનાર છે. શનિવારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા પૂરી થઈ હતી. હવે ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યુ છે. બનાસકાંઠા લોકસભા બેઠક માટે કુલ આઠ અને પોરબંદર બેઠક માટે સાત ઉમેદવાર ચુંટણી મેદાનમાં રહી ગયા છે. લીંબડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ચાર અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે. ભાજપ તરફથી જયેશ રાદડીયા જે તરફથી મેદાનમાં છે તે જેતપૂરમાં બળવાખોર ભૂપત ડાભીએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા આ બેઠક પર પાંચ ઉમેદવાર મેદાનમાં છે.
મોરવાહડફ ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર સ્પર્ધા છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે. હવે ૩૧મી મે સુધી ચુંટણી પ્રચાર થઈ શકશે. બીજી જુનના દિવસે મતદાન થયા બાદ ૫મીએ મતગણતરી હાથ ધરાશે. કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં શાનદાર જીત મળ્યા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં હાલમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ભાજપ આ બેઠકો ઉપર પણ જીત મેળવીને ગુજરાતમાં પોતાની સ્થિતિને લોકસભાની ચુંટણી પહેલા વધુ મજબુત બનાવવા ઈચ્છુક છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
