ગુજરાતઃ નડિયાદમાં પુનરેશ્વર એપાર્ટમેન્ટ ધરાશાયી, 4ના મોત, 6 દબાયા હોવાની આશંકા
નડિયાદના પ્રગતિનગરમાં પુનેશ્વર એપાર્ટમેન્ટ નામના 3 માળના ફ્લેટ શુક્રવારે રાતે ધરાશાયી થઈ જતા 4 લોકોના મોત નીપજ્યા છે.
નડિયાદના પ્રગતિનગરમાં પુનેશ્વર એપાર્ટમેન્ટ નામના 3 માળના ફ્લેટ શુક્રવારે રાતે ધરાશાયી થઈ જતા 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે બીજા 6 જણ કાટમાળમાં દબાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 2 જણને બચાવી લેવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ સાથે અમદાવાદની ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તેમજ વડોદરાથી એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.

ઘટનાની વિગત મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 26 ધરાશાયી થઈ જતા 4 લોકોના મોત થઈ ગયા છે. વળી, કાટમાળમાં દબાયેલાઓને બહાર કાઢવા માટે નડિયાદ તેમજ અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ અને નડિયાદ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળમાં દટાયેલા પૈકી 2 લોકોને બચાવી લેવાયા હતા તેમજ તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.
#UPDATE Gujarat: 4 dead after a 3-storey apartment building in Pragatinagar, Nadiad collapsed, late last night. Rescue operations underway. More details awaited. pic.twitter.com/yhZyw8PfJm
— ANI (@ANI) 10 August 2019
મળતી માહિતી મુજબ આ બ્લોક સિત્તેરના દશકમાં બનાવવામાં આવ્યો હતો. 3 માળની બિલ્ડિંગ છે જેમાં દરેકમાં 12 મકાન હતા. મકાનની સ્થિતિને જોતા અગાઉ નોટિસ આપી મકાનો ખાલી કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
