Gujarat Budget: PM મોદીના નેતૃત્વમાં ગુજરાતને અગ્રેસર રાખનારું બજેટ છે : CM ભૂપેન્દ્ર પટેલ
Gujarat Budget 2023: CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગયા વર્ષ કરતાં 23 ટકાના વધારા સાથે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડનારું ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આપ્યું છે.
Gujarat Budget : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વર્ષ 2023-24ના અંદાજપત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળમાં ગુજરાતને વિકાસમાં અગ્રેસર રાખનારૂં બજેટ ગણાવ્યું છે.
નાણા મંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં સતત બીજીવાર રજૂ કરેલા બજેટને મુખ્યમંત્રીએ કોઇપણ નવા કરવેરા વિનાના પ્રજાલક્ષી બજેટ તરીકે આવકારતા જણાવ્યું હતું કે, કેપિટલ એક્સપેન્ડિચરની જોગવાઇમાં ગયા વર્ષની તુલનાએ 91 ટકાનો વધારો રાજ્યની વિકાસ યાત્રામાં સિમાચિન્હ રૂપ બનશે.

બજેટ વિશે શું બોલ્યા મુખ્યમંત્રી?
- રાજ્યના વેગવંતા વિકાસને નવી ગતિ આપવા પાંચ સ્તંભ પર ફોક્સ કરતું બજેટ
- સર્વસમાવેશી, સર્વપોષી, સર્વગ્રાહી અને સર્વતોમુખી વિકાસનું પથપ્રદર્શક બજેટ
- દેશના અમૃતકાળમાં રાજ્યનો વિકાસ અમૃતમય બનાવવાની નેમ
- કૃષિક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા ઇન્ડેક્ષ્ટ-A ની સ્થાપના થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડનારા આ બજેટને રાજ્યના અત્યાર સુધીના સૌથી મોટા બજેટ તરીકે બિરદાવ્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષના બજેટ કરતાં 23 ટકાનો વધારો આ બજેટમાં કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં બે દાયકા કરતાં વધુ સમયથી દેશનું ગ્રોથ એન્જિન અને વિકાસ રોલ મોડેલ બન્યું છે. આ જ અવિરત વિકાસયાત્રાને વધુ વેગવંતી હરણફાળ ભરાવવાના ઉદ્દેશ્યથી આ વર્ષનું બજેટ પાંચ સ્તંભ પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રીત કરતું બજેટ છે.
પાંચ સ્તંભોની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ જે સમાજના ગરીબ જરૂરિયાતમંદ વર્ગોને પાયાની સુવિધા અને સામાજિક સુરક્ષા, સંતુલિત અને સમતોલ વિકાસના લાભ સાથે માનવ સંસાધન વિકાસ, જન સુખાકારી અને આર્થિક સમૃદ્ધિને વધુ સુદ્રઢ બનાવવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું, કૃષિ, ઉદ્યોગ અને સેવા અને ખાસ તો ટૂરિઝમ દ્વારા નવી રોજગારીને મહત્વ આપવું, ગ્રીન ગ્રોથ-પર્યાવરણપ્રિય વિકાસ એ પાંચ બાબતોને બજેટમાં આવરી લેવાઇ છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સામાજીક સુરક્ષાને અહેમિયત આપીને શ્રમિકોના કલ્યાણ હેતુથી શ્રમિકોને કામકાજના સ્થળથી નજીક રહેણાંકની વ્યવસ્થા માટે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે. એટલું જ નહીં, જુદા-જુદા પ્રકારના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા કારીગરો-વિશ્વકર્માઓને વિવિધ પ્રોત્સાહનો આપી સ્વરોજગારીની તકો ઉભી કરાશે.
સામાજિક સુરક્ષાની વિવિધ કલ્યાણ યોજનાઓ જરૂરિયાતમંદ પરિવારો સુધી સુપેરે પહોંચે, તે માટે દરેક પરિવારને ફેમિલી ઓળખ પત્ર આપવાની નવી બાબત બજેટનું અગત્યનું પાસું છે. કોટવાળીયા, કોલધા અને કાથોડી વગેરે આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી આદિજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના પણ શરૂ કરવામાં આવી છે, તેમજ ગરીબ જરૂરતમંદ મધ્યમવર્ગીય પરિવારોને આરોગ્ય સુરક્ષા માટે વડાપ્રધાન જન આરોગ્ય-મા યોજનાના પરિવાર દીઠ વીમા મર્યાદા વાર્ષિક 10 લાખ કરી છે, તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
ગુજરાતને આરોગ્યપ્રદ બનાવવાની નેમ સાથે 4200 કરોડ રૂપિયાની વર્લ્ડ બેન્ક લોન સાથે 'શ્રેષ્ઠ ગુજરાત' બહુ આયામી આરોગ્યલક્ષી યોજના આવનારા પાંચ વર્ષમાં અમલી કરાશે, તેની બજેટ જોગવાઇ પણ તેમણે જણાવી હતી.
આરોગ્ય અને સામાજીક સુરક્ષા સાથે શિક્ષણને પણ સર્વગ્રાહી મહત્વ આપીને આ વર્ષે રૂપિયા 43,565 કરોડની જોગવાઇઓ શિક્ષણ માટે કરી છે. અરવલ્લી, મહિસાગર, છોટાઉદેપુર અને ડાંગ જેવા આદિજાતિ વિસ્તારોમાં નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવાની બજેટ જાહેરાત મુખ્યમંત્રીએ આવકારી હતી.
વડાપ્રધાનના સફળ પ્રયાસોથી આ વર્ષ ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે, ત્યારે આંગણવાડી અને શાળાના બાળકોને પોષણયુક્ત, શુદ્ધ સાત્વિક આહાર માટે મધ્યાહન ભોજનમાં શ્રી અન્ન મિલેટનો સમાવેશ કરાશે. આ ઉપરાંત શ્રી અન્નનું વિતરણ પણ વાજબી ભાવની દુકાનો પરથી કરવાની પહેલ આપણે કરવાના છીએ તેમ તેમણે જણાવ્યું હતું.
માતૃશક્તિનો મહિમા કરતાં માતા-બહેનો કિશોરીઓને પોષણ માટે પૂર્ણા યોજના, સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષા સેવા માટે 6 હજાર કરોડનું પ્રાવધાન કર્યું છે. આ સાથે ગુજરાતને અમૃતકાળમાં વિકાસમાં અગ્રેસર રાખવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ માટે આગામી પાંચ વર્ષમાં પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાના છીએ, તેની વિગતો પણ મુખ્યમંત્રીએ આપી હતી.
તેમ તેમણે જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાના ઘરો સુધી ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે ફાયબર નેટવર્ક વિસ્તારવાનો પણ આ બજેટમાં ધ્યેય છે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ક્લિન-ગ્રીન એનર્જિના સંકલ્પને સાકાર કરતાં 2023 સુધીમાં ગુજરાતની રિ-ન્યુએબલ ઉર્જા વપરાશ 42 ટકા સુધી લઇ જવાનો લક્ષ્યાંક પણ રાખ્યો છે.
શહેરી ક્ષેત્રોમાં માળખાકીય સગવડો માટે 37 ટકાનો વધારો કરવા સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને 2024 સુધીમાં લંબાવીને 8086 કરોડની જોગવાઇ કરી છે.
રાજ્યના રોડ, રસ્તા, હાઇવેઝ વગેરેને વધુ સુદ્રઢ કરવા વિવિધ કામો માટે 20642 કરોડની જોગવાઇ આ બજેટમાં કરી છે. રૂપિયા 1500 કરોડના ખર્ચે રાજ્યમાં પાંચ હાઇસ્પિડ કોરિડોર વિકસાવવા સાથે ત્રણ વર્ષમાં સિમાવર્તિ વિસ્તારના ગામોને જોડતી અને 100 ટકા કનેક્ટિવિટી માટેની પરિક્રમા પથ યોજના શરૂ કરાશે
નર્મદા મૈયાના વધારાના જળ કચ્છના છેવાડાના ગામ મોડકુબા સુધી પહોચતા કર્યા છે. કચ્છના વધુ વિસ્તારોને આ નર્મદા જળ પહોંચાડવા ઉદવહન પાઇપલાઇન માટે 1970 કરોડ ફાળવવામાં આવ્યાં છે. આ સાથે સાથે આરોગ્ય, શિક્ષણ, આદિજાતિ વિકાસ, કૃષિ અને ગ્રામીણ વિકાસ સાથે સાથે ઉભરતા ક્ષેત્ર સાયન્સ ટેકનોલોજીને પણ વેગવાન બનાવવા 2193 કરોડનું પ્રાવધાન કર્યું છે, જે ગયા વર્ષ કરતાં 227 ટકા વધુ છે.
ખેડૂત અને ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા 21605 કરોડ રૂપિયા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને ફાળવ્યા છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા દેશી ગાયના નિભાવ ખર્ચ સહાય માટે રૂપિયા 200 કરોડ ફાળવ્યા છે. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા ઇન્ડેક્ષ્ટ-એ ની સ્થાપના કરવામાં આવશે.
ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા માટે 8278 કરોડની જોગવાઇ કરી છે. આ સાથે સાથે ડ્રીપ ઇરિગેશનને પ્રોત્સાહન આપવા ખેડૂતો માટે ડ્રીપ અને સ્પ્રિંકલર વસાવવા 1500 કરોડની જોગવાઇ કરી છે, તે મુખ્યમંત્રીએ આવકારી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ગ્રોથની હિમાયત કરી છે.
ગુજરાતમાં આવનારા પાંચ વર્ષમાં ગ્રીન ગ્રોથ માટે બે લાખ કરોડ ખર્ચ કરવાના બજેટ પ્રાવધાનની વિગતો આપતાં તેમણે ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલું 2023-24નું બજેટ સર્વસમાવેશી, સર્વપોષી, સર્વગ્રાહી અને સર્વતોમુખી વિકાસનું પથ પ્રદર્શક બજેટ ગણાવ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
