Gujarat Budget: કૃષિમંત્રી રાધવજી પટેલે PM અને CMનો માન્યો આભાર, કૃષિ માટે કરાઇ આ જોગવાઇ
Gujarat Budget: કૃષિમંત્રી રાધવજી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પની દિશામાં ખેડૂતોને સમૃદ્ધ કરવા મદદરૂપ મહત્વની બજેટ જોગવાઈને આવકારી હતી.
Gujarat Budget: રાજ્ય સરકાર દ્વારા શુક્રવારના રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ વિભાગની કુલ બજેટ જોગવાઈ વર્ષ બજેટ 2023-24 - રૂપિયા 21605 કરોડ મહેસૂલી જોગવાઈ - રૂપિયા 20698 કરોડ મૂડી જોગવાઈ - રૂપિયા 907 કરોડની જોગવાઈ કરાઈ છે, અને આવકારીને કૃષિમંત્રી રાધવજી પટેલે રાજ્યના ખેડૂતો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણાંમંત્રી કનુ દેસાઈનો આભાર માન્યો છે.

- વિભાગવાર બજેટમાં કૃષિ (કૃષિ, બાગાયત, કૃષિ યુનિ.) રૂપિયા 16933 કરોડ, પશુપાલન રૂપિયા 1698 કરોડ, મત્સ્યોદ્યોગ રૂપિયા 1419 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.
- કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા INDEXT-Aની સ્થાપના કરવામાં આવશે.
- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છેલ્લાં ચાર વર્ષમાં આશરે 61 લાખથી વધુ ખેડૂત કુટુંબોને અંદાજે રૂપિયા 12 હજાર કરોડની સહાય આપવામાં આવ્યું છે.
પાક કૃષિ વ્યવસ્થા
- ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ માટે રૂપિયા 615 કરોડની જોગવાઈ
- કાંટાળી તારની વાડ અને સોલાર ફેન્સિંગ બનાવવા સહાય માટે રૂપિયા 400 કરોડની જોગવાઈ.
- પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટેસહાય આપવા રૂપિયા 203 કરોડની જોગવાઈ.
- ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ રૂપિયા 125 કરોડની જોગવાઈ.
- સ્માર્ટ ફાર્મિગની યોજના અંતર્ગત સોઈલ હેલ્થ કાર્ડ અને ખેડૂતોને કૃષિ એડવાઈઝરી માટે રૂપિયા 50 કરોડની જોગવાઈ.
બાગાયત
બાગાયતી પાકોના ધરૂ/રોપા/કલમોનો ઉછેર અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા નર્સરી વિકાસ માટે રૂપિયા 65 કરોડની જોગવાઈ.
કૃષિ-પશુપાલન શિક્ષણ અને સંશોધન
કૃષિ યુનિવર્સિટીઓ, કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત નેચરલ ફાર્મિગ એન્ડ ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીઓમાં માળખાકિય સગવડોના વિકાસ, શૈક્ષણિક કાર્ય અને સંશોધન માટે રૂપિયા 1153 કરોડની જોગવાઈ.
પશુપાલન
ગૌશાળા, પાંજરાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂપિયા 500 કરોડની જોગવાઈ.
મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના અને ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂપિયા 109 કરોડની જોગવાઈ.
દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા રૂપિયા 12 કરોડની જોગવાઈ.
મત્સ્યોદ્યોગ
- નવા મત્સ્યબંદરોના વિકાસ તેમજ હયાત મત્સ્યકેન્દ્રોના આધુનિકીકરણ અને નિભાવ માટે રૂપિયા 640 કરોડની જોગવાઈ.
- સાગર ખેડૂઓને ડિઝલ વેટ રાહત તેમજ પેટ્રોલ પર સહાય માટે રૂ. ૪૫૩ કરોડની જોગવાઈ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
