Gujarat Budget: બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3514 કરોડની જોગવાઇ
Gujarat Budget 2023: ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ભાજપ સરકારે બજેટ રજૂ કર્યું છે, નાણા મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3514 કરોડની જોગવાઇ કરાઇ છે.
Gujarat Budget: આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ 2022ની ચૂંટણીમાં જંગી બહુમતિ મેળવ્યા બાદ પોતાની ટર્મનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3514 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યમાં બસ આધારિત ટ્રાન્સંપોર્ટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપી પ્રવાસીઓની સગવડો વધારવાનું અને પ્રદૂષણ તેમજ રોડ ટ્રાફિકને ઓછું કરવાનું સરકારનું આયોજન છે. વાહન વ્યવહાર નિગમ દ્વારા આગામી વર્ષે વિક્રમજનક 2000 નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે.
વધુમાં શહેરી વિસ્તારમાં પણ બસ ટ્રાન્સિપોર્ટને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના અંતર્ગત જોગવાઇ વધારવામાં આવશે.
પોર્ટ આધારિત વિકાસ નીતિનો સુચારુ અમલ કરી આંતરરાષ્ટ્રીય વેપારમાં ગુજરાતે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવેલા છે. છેલ્લાં વીસ વર્ષમાં રાજ્યના પોર્ટ પર કરવામાં આવતા કાર્ગોના સંચાલનમાં આશરે પાંચગણો વધારો નોંધાયેલું છે.
વર્ષ 2021-22માં દેશનાં નોન-મેજર પોર્ટ્સ ટ્રાફિકના 68 ટકા તથા કુલ પોર્ટ્સ ટ્રાફિકનાં 41 ટકા કાર્ગોનું સંચાલન ગુજરાતના બંદરો મારફત કરવામાં આવ્યું છે. વડાપ્રધાને આશરે 4 હજાર કરોડના ખર્ચે ભાવનગર ખાતે શરૂ થનારા વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એલએનજી બાદ હવે સીએનજીના આયાત તેમજ પરિવહનમાં ગુજરાત દેશમાં અગ્રગણ્ય રાજ્ય બની રહેશે.
- ભાવનગર ખાતે પોર્ટના ટ્રાફિકને હાઇવે સુધી સરળતાથી પહોચાડવા માટે રીંગરોડ વિકસાવવા 297 કરોડનું આયોજન.
- ઇલેકટ્રીક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા ઇલેકટ્રીક વ્હીકલ (2-3-4 વ્હીલર) પોલિસી માટે 217 કરોડની જોગવાઇ.
- નવલખી પોર્ટની હેન્ડ લીંગ ક્ષમતા 8 મિલિયન મેટ્રિક ટનથી વધારીને 20 મિલિયન મેટ્રિક ટન કરવા માટે 192 કરોડનું આયોજન.
- સુરત ખાતે ભારતીય રેલવે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે 980 કરોડના ખર્ચે તૈયાર થનારી મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબ માટે પ્રાથમિક તબક્કે 57 કરોડની જોગવાઈ.
- સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે શીપ બ્રેકિંગ પ્રવૃત્તિ પુન: શરૂ કરવા માટે 24 કરોડનું આયોજન.
- 50 ઇલેક્ટ્રીક બસોની ખરીદી માટે 24 કરોડની જોગવાઈ.
- નિગમના 125 ડેપો વર્કશોપ, 16 વિભાગીય કચેરીઓ તેમજ 16 ડિવિઝન વર્કશોપ ખાતે CCTV સર્વેલન્સ સિસ્ટમ માટે 10 કરોડની જોગવાઇ.
- એરપોર્ટ જેવી સુવિધા બસ સ્ટેશનો પર આપવા માટે પીપીપી ધોરણે 07 બસપોર્ટ અમદાવાદ-ગીતા મંદિર નોર્થ પ્લોટ, ભરૂચ, અમરેલી, મોડાસા, પાટણ, નવસારી અને ભુજ ખાતે કાર્યરત કરવામાં આવશે.
- રાજ્યમાં 200 કરતા વધારે એકમોને ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટિંગ સેન્ટ્ર તરીકે મંજૂરી આપવામાં આવ્યા છે.
- આ ઉપરાંત વ્હીકલ સ્ક્રેપ પોલિસી અંતર્ગત ત્રણ ફેસિલિટી શરૂ કરવામાં આવી છે.
- આર.ટી.ઓ.માં સરળીકરણના ભાગરૂપે એમ-ગવર્નન્સટ શરૂ કરવામાં આવનાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?











Click it and Unblock the Notifications
