ગુજરાત બજેટ 2017: આરોગ્ય વિભાગ માટેની મુખ્ય જોગવાઇઓ
ગુજરાત બજેટ 2017. આ વખતના બજેટમાંથી આરોગ્ય ક્ષેત્રને શું મળશે? જાણો અહીં.
ગુજરાત વિધાનસભા ગૃહના બજેટ સત્ર નો 20 ફેબ્રુઆરી, 2017 થી પ્રારંભ થયો છે, 31 માર્ચ, 2017 સુધી ચાલનારા આ બજેટ સત્રના 26 દિવસો દરમિયાન કુલ 28 બેઠકો મળશે. ગુજરાતના નાણા મંત્રી નીતિન પટેલે આજે મંગળવારના રોજ વર્ષ 2017-18 માટે બજેટ રજૂ કર્યું છે.
આ વખતના બજેટમાંથી આરોગ્ય વિભાગ માટે કઇ કેટલી સુવિધાઓ માટે ફાળવણી કરવામાં આવી છે, એ અંગે વિગતવાર માહિતી મેળવો અહીં..

- આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 8 હજાર 800 કરોડની જોગવાઈ
- માતૃત્વ અને બાળ સંભાળ માટે 119.15 કરોડની જોગવાઈ
- જિલ્લા હોસ્પિટલોમાં 9 અને પેટા જિલ્લા હોસ્પિટલોમાં 41 બ્લડ બેંક ચાલુ કરવામાં આવશે
- મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોને 2022 સુધીમાં સંપૂર્ણ નાબૂદ કરવા 102 કરોડની જોગવાઈ
- મા અને મા વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓની આવક મર્યાદા 1 લાખ 20 હજારથી વધારી 1 લાખ 50 હજાર કરાઈ, આ માટે 500 કરોડની જોગવાઈ
- સરકારી હોસ્પિટલોમાં મફતમાં દવા આપવા 466 કરોડની જોગવાઈ
- દીનદયાળ ઉપાદ્યાય જેનરીક ડ્રગ્સ સ્ટોર યોજના માટે 15 કરોડની જોગવાઈ, જેનરીક સ્ટોરની સંખ્યા 52થી વધારી 500 કરાશે
- 108 માટે 70 નવી એમ્બ્યૂલન્સ તથા સાર્વજનિક દવાખાના માટે 43 નવી એમ્બ્યૂલન્સ માટે 15 કરોડની જોગવાઈ
- ગ્રામીણ અને શહેરી સામૂહિક આરોગ્યકેન્દ્રો માટે 221 કરોડની જોગવાઈ
- અમદાવાદ સિવિલનું આધુનિકરણ અને તબીબી સ્ટાફની નિમણૂક માટે 129 કરોડની જોગવાઈ
- ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ, કીડની અને ઓપ્થેમોલોજી ઈન્સ્ટીટ્યૂટને 80 કરોડની ફાળવણી
- કેન્સર, કીડની અને હ્દય રોગની સારવાર માટે બીપીએલ કાર્ડ ધારકોને મફતમાં સારવાર માટે 40 કરોડની જોગવાઈ
- યુ.એન.મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડીયોલોજીમાં બાળકોના હ્દય રોગની સારવાર માટે નવા એકમ માટે 100 કરોડની જોગવાઈ તથા એમ્બ્યુલન્સ માટે 50 લાખની જોગવાઈ
- રાજ્યમાં સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ, નર્સિંગ હોમ, ડોયગ્નોસીસ સેન્ટર, મેડિકલ કોલેજો સ્થાપવા 100 કરોડની જોગવાઈ
- આયુષ યોજનાને સુદ્રઢ બનાવવા 10 કરોડની જોગવાઈ
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
