ગુજરાત બજેટ 2017માં શિક્ષણ ક્ષેત્રના ફાળે શું આવ્યું?
ગુજરાત બજેટ 2017. આ વખતના બજેટમાંથી શિક્ષણ ક્ષેત્રને શું મળશે? જાણો અહીં.
ગુજરાત વિધાનસભા ગૃહના બજેટ સત્ર નો 20 ફેબ્રુઆરી, 2017 થી પ્રારંભ થયો છે, 31 માર્ચ, 2017 સુધી ચાલનારા આ બજેટ સત્રના 26 દિવસો દરમિયાન કુલ 28 બેઠકો મળશે. ગુજરાતના નાણા મંત્રી નીતિન પટેલે આજે મંગળવારના રોજ વર્ષ 2017-18 માટે બજેટ રજૂ કર્યું છે.

આ વખતના બજેટમાંથી શિક્ષણ ક્ષેત્રના ભાગે કઇ કેટલી સુવિધાઓ માટે ફાળવણી કરવામાં આવી છે, એ અંગે વિગતવાર માહિતી મેળવો અહીં..
- શિક્ષણ માટે 25 હજાર કરોડની જોગવાઈ, ગત વર્ષ કરતાં 1185 કરોડ વધારે
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના પાછળ 1100 કરોડની ફાળવણી
- શિક્ષણના તમામ સ્તરની ગુણવત્તા સુધારવા 440 કરોડની જોગવાઈ
શાળાના વિદ્યાર્થીઓ માટે..
- પ્રાથમિક શાળાના 60 લાખ 60 હજારવિદ્યાર્થીઓને મફતમાં પાઠ્યપુસ્તક અને ગણવેશ અપાશે
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 21 લાખ 3 હજાર વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો અપાશે
- 1200 પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ શરૂ કરાશે, જેમાંથી 100 શાળાના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે
- ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9થી 12ની 7 લાખ 44 હજાર 152 લિદ્યાર્થીનીઓને મફત શિક્ષણ પુરૂં પાડવામાં આવશે
- વેરાવળ અને સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારમાં 2 સૈનિક શાળાઓ શરૂ કરવામાં આવશે
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 30 નવી સરકારી શાળાઓ શરૂ કરવામાં આવશે
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાન વિષયનું શિક્ષણ આપવા 7233 પ્રવાસી શિક્ષકો રોકવામાં આવશે
- આરટીઈ એક્ટ હેઠળ રાજ્યની 1 લાખ 46 હજાર ખાનગી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ પુરૂં પાડવામાં આવશે
- આરટીઈ હેઠળ સરકાર વિદ્યાર્થી દીઠ 13 હજાર ફીની ચૂકવણી કરશે
- પ્રાથમિક શાળાના 6500 નવા ઓરડા બનાવાશે
- 10 નવી સરકારી માધ્યમિક શાળાઓના મકાન બાંધવામાં આવશે
- જરૂરિયાત મંદ સમાજના વિદ્યાર્થીઓ માટે 166 કરોડની જોગવાઈ
ઉચ્ચ અભ્યાસ અને કોલેજ અર્થે..
- ઉચ્ચ શિક્ષણ મેળવતા 45 હજાર વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, ભોજનાલય અને છાત્રાલયની સુવિધા
- સેલ્ફ ફાઈનાન્સ મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતી તમામ વર્ગની વિદ્યાર્થીનીઓને મફતમાં મેડિકલ શિક્ષણ,તમામ ફી સરકાર ભરશે
- ધોરણ 12 બાદ કોલેજ અને પોલિટેકનિકમાં પ્રવેશ મેળવનાર તમામ 3 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને 1000ની ટોકન કિંમતે ટેબ્લેટ આપવામાં આવશે
- પ્રાથમિક તબક્કે ડીજીટલ લર્નિંગ માટે 261 કરોડની જોગવાઈ
- 37 કોલેજોમાં ડીજીટલ એજ્યુકેશન લર્નિંગ લેબ ઉભી કરાશે
- રીસર્ચને પ્રોત્સાહન આપવા સ્ટુડન્ટ્સ ઈનોવેશન ફંડ ઉભું કરાશે
- ઉચ્ચ અભ્યાસ માટે વિદેશની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોરેટોરીયમ સમય માટે વ્યાજ સહાય આપવામાં આવશે
- ફાર્મસીના ઉચ્ચ અભ્યાક્રમો માટે પસંદ કરાયેલી યુનિવર્સિટીઓમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને આધુનિક લેબ ઉભી કરાશે
- 4 પ્રાદેશિક મોબાઈલ વિજ્ઞાન પ્રયોગશાળાઓ શરૂ કરાશે
- આદિવાસી વિસ્તારોમાં 10 અને અન્ય વિસ્તારમાં 16 નવી કોલેજો બાંધવામાં આવશે
- હાલોલના આદિવાસી વિસ્તારમાં 5 ડિપ્લોમા અભ્યાસક્રમો સાથે 1 નવી સરકારી પોલિટેકનિક શરૂ કરવામાં આવશે
- ધોળકા ખાતે પીપીપી ધોરણે ઈજનેરી કોલેજ શરૂ કરાશે
- જુનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ગોધરા ખાતે ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કેમ્પસ બાંધકામ માટે 52 કરોડની જોગવાઈ
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
