ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર, હવે આ તારીખે યોજાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો.

Gujarat Board Exam 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ શૈક્ષણિક વર્ષ 2025-26માં ધોરણ-9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફારની જાહેરાત કરી છે. અગાઉ સપ્ટેમ્બર 11થી 20, 2025 દરમિયાન યોજાનારી આ પરીક્ષા હવે ઓક્ટોબર 3થી 13, 2025 દરમિયાન યોજાશે. આ નિર્ણય શૈક્ષણિક સંઘોની રજૂઆત અને સરકારની મંજૂરી બાદ લેવામાં આવ્યો છે. આ પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ પૂછવામાં આવશે.
પરીક્ષાની તારીખોમાં ફેરફાર
અગાઉ, ધોરણ-9 થી 12ની પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર 11, 2025થી સપ્ટેમ્બર 20, 2025 દરમિયાન યોજાવાની હતી, જેમાં જૂન માસથી ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ આવરી લેવાનો હતો. જોકે, શૈક્ષણિક સંઘો દ્વારા આ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવા અંગે બોર્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
સરકારની મંજૂરી બાદ નિર્ણય
શૈક્ષણિક સંઘોની આ રજૂઆતને ધ્યાનમાં રાખીને, જુલાઈ 17, 2025ના રોજ યોજાયેલી શૈક્ષણિક સમિતિની બેઠકમાં પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવા અંગે સરકારની મંજૂરી મેળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જુલાઈ 24, 2025ના રોજ સરકાર તરફથી આ અંગે મંજૂરી મળ્યા બાદ, બોર્ડે ધોરણ-9 થી 12ની પ્રથમ પરીક્ષા હવે ઓક્ટોબર 3, 2025થી ઓક્ટોબર 13, 2025 દરમિયાન લેવાનો નિર્ણય કર્યો છે.
અભ્યાસક્રમમાં પણ ફેરફાર
તારીખમાં ફેરફારની સાથે, પરીક્ષાના અભ્યાસક્રમમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. નવી તારીખો મુજબ યોજાનારી આ પરીક્ષા માટે જૂન માસથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. આનાથી વિદ્યાર્થીઓને વધારાના એક મહિનાનો અભ્યાસક્રમ આવરી લેવા માટે સમય મળશે, જે તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
