ગુજરાત ભાજપ ની રવિવારે નવો વ્યૂહ ઘડવા બેઠક

પ્રાપ્ત માહિતી અનુસાર આ બેઠકમાં ભાગ લેવા માટે ગુજરાતભરના ભાજપના હોદ્દેદારોને હાઇકમાન્ડે સૂચના આપી છે. આ બેઠકમાં સંગઠનની રચના અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગામી કાર્યક્રમો ઘડવા અંગે પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.
ગાંધીનગરમાં આવેલી સ્ટાફ ટ્રેઇનિંગ કોલેજ ખાતે રવિવારે સવારે 10 વાગે મળનારી બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી અને એનડીએના સંભવિત વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાજરી આપશે. આ ઉપરાંત બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર સી ફળદુ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં યોજાશે.
ભાજપના અગ્રણીઓ કાર્યકરોને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત લોકસભા ચૂંટણી 2014, ભાજપનો સ્થાપના દિન, સંગઢનની ચૂંટણીની બાકી પ્રક્રિયા સહિતના વિવિધ કાર્યોને પાર પાડવા માટેની ચર્ચા કરવામાં આવશે. આ રવિવારે યોજાનારી બેઠકમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખો, જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ, સંગઠન રચનાના તમામ સ્તરના હોદ્દેદારો વગેરે તથા ઇન્ચાર્જ હાજર રહેશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
