46 લાખ બાળકોની પોષણ ટ્રેકર એપ્લીકેશના માધ્યમથી દેખરેખ
દેશના તમામ રાજ્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા પોષણ અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત રાજ્યમાં કુપોષણનો દર ઘટાડવા, સગર્ભા અને ધાત્રીમાતાઓને પોષણ અને આરોગ્ય અંગેનું શિક્ષણ, પૂર્વ પ્રસૂતિ સેવાઓ, જોખમી સગર્ભા માતાઓને ઓળખીન
દેશના તમામ રાજ્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા પોષણ અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત રાજ્યમાં કુપોષણનો દર ઘટાડવા, સગર્ભા અને ધાત્રીમાતાઓને પોષણ અને આરોગ્ય અંગેનું શિક્ષણ, પૂર્વ પ્રસૂતિ સેવાઓ, જોખમી સગર્ભા માતાઓને ઓળખીને તેને સંદર્ભિત સેવાઓ પૂરી પાડવા તેમજ વાલીઓમાં કુપોષણ અંગે જાગૃતિ લાવવા જેવી સેવાઓ આપવા માટે મંગળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે પોષણ ટ્રેકર દ્વારા ડિજિટલી રીતે તમામ જીલ્લાની સ્થિતીની સમીક્ષા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

દરેક આંગણવાડીમાં ડિજિટલ ટ્રેકિંગ
પોષણ અભિયાન અંતર્ગત ૧૧ જેટલા રજીસ્ટરોના સ્થાને ૫૩,૦૨૯ આંગણવાડીમાં સ્માર્ટફોન સુવિધા પુરી પાડીને તામામ કામગીરી સ્માર્ટફોન દ્વારા ડિજિટલી રીતે કરવામાં આવે છે. તમામ આંગણવાડી કાર્યકરોના સ્માર્ટફોનમાં પોષણ ટ્રેકર એપ્લીકેશન ડાઉનલોડ થયેલ છે. જેમાંથી પોષણ ટ્રેકર ડેશબોર્ડ પર ૯૯.૯૯% આંગણવાડી કાર્યકરો કાર્યરત છે અને રજીસ્ટર થયેલ અંદાજીત ૪૬ લાખ લાભાર્થીઓની દેખરેખ રાખવામાં આવી રહી છે. ખાસ કરીને દરેક આંગણવાડી કાર્યકર દ્વારા ૦ થી ૫ વર્ષના બાળકોના વિકાસ-વૃદ્ધિની દેખરેખ કરવા માટે પોષણ અભિયાન અંતર્ગત બાળકો તથા માતા માટે ઉંચાઇ અને વજન માપવાના સાધનો પૂરા પાડવામાં આવ્યા છે. જેના દ્વારા આંગણવાડી કેન્દ્રો પર હાલમાં પોષણ ટ્રેકર ડેશબોર્ડ મુજબ અંદાજીત ૯૯% ગ્રોથ મોનિટરીંગ કરવામાં આવે છે.
રાજ્યભરમાં કુલ ૨૯,૯૧,૫૧૭ મંગળ દિનની ઉજવણી
કોઈ પણ અભિયાનને સફળ બનાવવા માટે લોકોની ભાગીદારી ખુબજ જરુરી હોય, પોષણ અંગે લોકજાગૃતિ કેળવવા અને લોકોને પોષણનું મહત્વ સમજાવવા માટે જન આંદોલન સ્વરૂપે આંગણવાડી કક્ષાએ મંગળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં રાજ્યભરમાં અત્યાર સુધીમાં પોષણ અભિયાનના કુલ ૨૯,૯૧,૫૧૭ મંગળ દિનની ઉજવણી (સીબીઇ) કરવામાં આવી છે. પોષણ અભિયાન અંતર્ગત ઑગસ્ટ, ૨૦૧૮થી પ્રથમ અને ત્રીજા મંગળવારે CBE (Community Based Event)ની ઉજવણી કરવામાં આવે છે.
પ્રથમ મંગળવાર-સુપોષણ સંવાદ : આંગણવાડી કક્ષાએ ગર્ભવતી મહિલાની સીમંત વિધિ તથા સન્માન, માતૃમંડળ ગ્રુપનું આયોજન જેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે.
ત્રીજા મંગળવારે-અન્નપ્રાશન: જે દિવસે બાળકોને છ માસ પૂરા થયા હોય ત્યારથી વિધિવત રીતે ઉપરી આહારની શરૂઆત કરાવવામાં આવે છે તથા તેમના વાલીઓને ઉપરી આહારની યોગ્ય સમજ પણ આપવામાં આવે છે. વધુમાં પોષણ સ્તરમાં સુધારો કરવા માટે લોક સમુદાયમાં જાગૃતિ લાવવાના હેતુસર દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માહ તેમજ માર્ચ માસમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
