Khambhalia Election Results: AAPના સીએમ ફેસ ઈસુદાન ગઢવી ભાજપ સામે હાર્યા, જાણો કોને કેટલા મત મળ્યા
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને સીએમ ચહેરો ઇસુદાન ગઢવી ગુજરાતની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે.
Isudan Gadhvi Khambhalia Election Results(ખંભાળિયા ચૂંટણી પરિણામ): આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને સીએમ ચહેરો ઇસુદાન ગઢવી ગુજરાતની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. ઇશુદાન ગઢવી તેમના હરીફ અને ભાજપના ઉમેદવાર ઐયર મુળૂભાઇ બેરા સામે 18,838 મતોથી હાર્યા હતા. ઈસુદાન ગઢવીને 58467 મત મળ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર મૂળુભાઈ બેરાને 77305 મત મળ્યા છે.

ચૂંટણી પંચના ડેટા અનુસાર, AAPના સીએમ ચહેરા ઇસુદાન ગઢવીને ખંભાળિયા વિધાનસભા બેઠક પર પોસ્ટલ બેલેટમાં 622 અને EVMમાં 58467 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર મૂળુભાઈ બેરાને પોસ્ટલ બેલેટમાં 529 અને ઈવીએમમાં 77305 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય વિક્રમ માડમ ત્રીજા નંબરે હતા. તેમને પોસ્ટ બેલેટ અને ઈવીએમ સહિત 44715 વોટ મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે સવારે 11 વાગ્યા સુધી બહાર આવેલા ટ્રેન્ડમાં ખંભાળિયા 4,135 વોટથી આગળ હતુ. 12 વાગ્યાની સાથે જ ગઢવી પાછળ પડવા લાગ્યા. ચૂંટણી પંચના ડેટા અનુસાર ગઢવી બપોરે 12 વાગ્યા સુધી ભાજપના ઉમેદવાર મૂળુભાઈ બેરાથી 6,185 મતોથી પાછળ હતા. જે બાદ આ આંકડો ધીરે ધીરે વધતો ગયો. તમને જણાવી દઈએ કે બપોરે 3 વાગ્યા સુધી ઇશુદાન ગઢવી તેમના નજીકના હરીફ અને ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા સામે 18,745 મતોથી હારી ગયા.
ઇસુદાન ગઢવીનો જન્મ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીપળીયામાં થયો હતો. ગઢવીએ ખંભાલીયા, જામનગર અને અમદાવાદમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે 2005માં અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ હતુ. તાલીમાર્થી પત્રકારમાંથી તેઓ માત્ર 32 વર્ષની ઉંમરે VTV ન્યૂઝના એડિટર બન્યા. લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે તેને ઘણી વિનંતીઓ મળવા લાગી, અને કોરોનાના સમયગાળા દરમિયાન તેની ખૂબ ચર્ચા થઈ.
ગઢવી 14 જૂન 2021ના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને પાર્ટીમાં રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ હતા. 4 નવેમ્બરે સીએમ ચહેરાના નામની જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે ગુજરાતના 16 લાખ 48 હજાર 500 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો, ત્યારબાદ પાર્ટીના નેતાઓએ ઇસુદાન ગઢવીના નામ પર અંતિમ મહોર લગાવી હતી. કેજરીવાલે કહ્યું કે જનતાનો અભિપ્રાય અમારી પાર્ટીનો અભિપ્રાય હશે. એટલે સીએમ ચહેરો ગઢવી જ હશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
