કોંગ્રેંસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, ખેડૂતોના દેવા માફ, 300 યુનિટ વીજળી ફ્રી, રૂ.500માં ગેસ સિલિન્ડર...
ગુજરાત વિધાનસભાની 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે આજે પોતાનુ ઘોષણા પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરો(મેનિફેસ્ટો) જાહેર કરી દીધો છે.
Congress manifesto for gujarat election: ગુજરાત વિધાનસભાની 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે આજે પોતાનુ ઘોષણા પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરો(મેનિફેસ્ટો) જાહેર કરી દીધો છે. અશોક ગહેલોતે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે કોંગ્રેસ પક્ષની આખી સ્થાનિક કમાન એક મંચ પર જોવા મળી હતી. આજે અમદાવાદ ખાતે કોંગ્રેસ ભવનથી 'જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર' નામથી મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. ઘોષણાપત્રમાં રાહુલ ગાંધીએ ગુજરાત માટે કરેલાં 8 વચનને સ્થાન આપવામાં આવ્યુ છે. જેમાં ખેડૂતાનો દેવા માફ કરવા, રૂ. 500માં ગેસ-સિલિન્ડર આપવા, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના 8 વાયદાઓ કરવામાં આવ્યા છે.
Recommended Video


કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે મંચ પર રઘુ શર્મા, જગદીશ ઠાકોર,દીપક બાબરીયા,ભરતસિંહ સોલંકી,સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, પવન ખેરા, અમી યાજ્ઞિક, અમિત ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા. અશોક ગહેલોતે મેનિફેસ્ટો જાહેર કરતી વખતે કહ્યુ કે ચૂંટણી જીત્યા બાદ સરકાર બને તો નાગરિક અને સરકાર બંને વાયદા ભૂલી જાય છે. રાજસ્થાનમાં ચૂંટણી જીત્યા બાદ કેબિનેટમાં મેનિફેસ્ટો મૂકવામાં આવ્યો હતો. આ રીતે જ ગુજરાતમાં વાયદા પૂરા કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યુ કે જનતાને પૂછીને મેનિફેસ્ટો બનાવવો, તેથી અમે એ પ્રમાણે કર્યુ છે. સરકાર વિરોધી જે લહેર ચાલે છે એમાં લોકોએ જોઈ લીધુ છે. કોરોનામાં સરકાર નિષ્ફળ ગઈ હતી. મોરબીની ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ. નિવૃત્ત જજ પાસે તપાસ કરવામાં તકલીફ શું છે? સરકાર સામે સવાલો કરશે તો બીજી વાર ઘટના નહિ થાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
