ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક અદ્ધરતાલ
ગાંધીનગર, 12 ઓગસ્ટ : ગુજરાતમાં જસ્ટીસ આર એ મહેતાએ લોકાયુકત પદ સ્વીકારવાની અનિચ્છા દર્શાવતા સરકારે હવે નવા લોકાયુકતની નિમણૂંક માટે નવેસરથી પ્રક્રિયા કરવી પડશે. સરકાર નવી નિમણૂંક નવા કાયદા મુજબ કરવા માંગે છે. રાજયપાલ તેમની પાસે રહેલા લોકાયુકતના ખરડાને મંજુરી આપે પછી જ સરકાર નવી લોકાયુકતની નિમણૂંક નવા કાયદા મુજબ કરવા માંગે છે.
વર્તમાનમાં લોકાયુકતની નિમણૂંકની જોગવાઇ તથા કાર્યપદ્ધતિમાં ધરખમ ફેરફાર કરતો ખરડો રાજય સરકારે ગત એપ્રિલમાં મંજૂર કરી રાજયપાલને સહી માટે મોકલી આપ્યો હતો. રાજયપાલે તેના પર કોઇ નિર્ણય જાહેર કર્યો નથી જે તે વખતે સૂચિત નવો કાયદો જસ્ટીસ મહેતાના કિસ્સામાં લાગુ નહિ પડે તેવી સ્પષ્ટતા સરકારે કરી હતી. હવે ખુદ જસ્ટીસ મહેતાએ જ લોકાયુકત પદ સ્વીકારવાની ના પાડી દેતા સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવી ગયો છે. મહેતાએ સાત પાનાના પત્રમાં સરકાર પર આક્ષેપો કર્યા છે તેને ધ્યાને લઇને સરકાર હવે તેમને લોકાયુકત પદ સ્વીકારવા માટે કહેવાના સહેજ પણ મૂડમાં નથી.

વિધાનસભામાં નવા લોકાયુકત અંગેનો ખરડો પસાર થયો ત્યારે સરકારે તેને વધુ વ્યાપક અને પ્રભાવક બનાવવા જોગવાઇ કર્યાનો દાવો કર્યો હતો. જયારે વિપક્ષે સરકાર પોતાને ગમતા વ્યકિતને લોકાયુકત તરીકે મૂકી શકે અને અનુકુળ અહેવાલ મેળવી શકે તેવી જ જોગાવઇ કર્યાનો આક્ષેપ કરેલ. નવો કાયદો અમલમાં આવે તો તેમાં રાજયપાલ, ચીફ જસ્ટીસ વગેરેના બદલે સરકારની જ ભૂમિકા ચાવીરૂપ બની રહે તેવો સમીક્ષકોનો મત છે.
બદલાયેલા સંજોગોમાં રાજયપાલ લોકાયુકત અંગેના ખરડાને મંજુરી આપે તો રાજય સરકારને અનુકુળ લોકાયુકત મૂકવા મોકળુ મેદાન મળી શકે. રાજયપાલ ખરડો પડતર રાખી મૂકી અથવા તેમાંથી કોઇ મુદ્દો ઉઠાવી સરકારને પાછો મોકલે તો સરકારને વધુ સમય (સંસદની ચૂંટણી સુધી) પસાર કરવાની વધુ એક તક મળી શકે. ખરડો જયાં સુધી કાયદાનું સ્વરૂપ મલ્યે ત્યાં સુધી સરકાર હાલની જોગવાઇ મુજબ લોકાયુકત નિયુકત કરવા ઉત્સાહી નથી. અત્યારે સરકાર માટે બન્ને સ્થિતિ ફાયદારૂપ ગણાય છે. એક દસકાથી ખાલી રહેલુ લોકાયુકત પદ હજુ કયાં સુધી ખાલી રહેશે ? તે કોઇ છાતી ઠોકીને કરી શકે તેમ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
