રાજુ કરપડાએ AAP છોડવા મુદ્દે મૌન તોડ્યુ, જાણો કેમ છોડી પાર્ટી?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાએ અચાનક રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
શરૂઆતમાં આ રાજીનામા પાછળ ભાજપ જવાબદાર હોવાની ચર્ચાઓ હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. રાજુ કરપડાએ પોતે સામે આવીને પક્ષના આંતરિક વહીવટ અને નેતાગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

કરપડાએ વ્યથા ઠાલવતા જણાવ્યું કે બે પક્ષોની લડાઈમાં નિર્દોષ ખેડૂતોએ જેલ ભોગવવી પડી હતી. જે ખેડૂતોએ ક્યારેય પોલીસ સ્ટેશન જોયું નહોતું, તેઓ જેલમાં પરિવારની અને જામીનની રાહ જોતા હતા.
તેમણે આરોપ લગાવ્યો કે ખેડૂતોને જેલમાંથી છોડાવવા માટે પાર્ટીએ પૂરતા પ્રયત્નો કર્યા નથી. જેલમાં રહેલા 68 ખેડૂતોના પરિવારોની હાલત જોઈને તેમની આંખમાં આંસુ આવી ગયા હોવાનું તેમણે જણાવ્યું.
પક્ષ પર વચનભંગનો આક્ષેપ કરતા તેમણે કહ્યું કે હાઈકોર્ટમાં સારા વકીલ રોકવાની ખાતરી અપાઈ હતી. જોકે, સુનાવણી વખતે કોઈ મોટા વકીલ હાજર ન રહેતા ખેડૂતોની જામીન અરજી નામંજૂર થઈ હતી.
રાજુ કરપડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે મોઢે પાન ચાવ્યા હોય તે મોઢે કોલસો ચાવવો યોગ્ય નથી. આથી જ તેમણે ખેડૂતોના હિત માટે પક્ષ સાથે છેડો ફાડવાનો મક્કમ નિર્ણય કરી લીધો છે.
વધુમાં તેમણે ગોપાલ ઇટાલિયા અને સોરઠિયા જેવા નેતાઓ સામે પણ સીધું નિશાન સાધ્યું છે. તેમણે દાવો કર્યો કે સત્ય વાત કેજરીવાલ સુધી પહોંચાડનારને પક્ષમાં સાઈડલાઈન કરવાનું ષડયંત્ર ચાલે છે.
કરપડાએ ભવિષ્યની યોજના અંગે કહ્યું કે તેઓ હવે કોઈ રાજકીય પક્ષમાં જોડાયા વગર કામ કરશે. તેઓ માત્ર ખેડૂતોના પ્રશ્નો માટે બિનરાજકીય રીતે મેદાનમાં રહીને લડત આપવાનું ચાલુ રાખશે.
ખેડૂતોના નામે માત્ર રાજનીતિ થાય તે તેમને મંજૂર નથી તેમ જણાવી તેમણે પદ છોડ્યું છે. હવે આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં આ રાજીનામાની મોટી અસર જોવા મળી શકે છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
