Gujarat: GSEB ધોરણ-10ની પૂરક પરીક્ષા 2025નું પરિણામ જાહેર, 27.61 ટકા આવ્યું પરિણામ
GSEB 10th Supplementary Result 2025 Out: ગુજરાતમાં આજે બોર્ડ પરીક્ષાની પૂરક પરીક્ષા 2025નું પરીણામ જાહેર કરવામાં આવ્યું. શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે બોર્ડની વેબસાઈટ પર આ પરિણામ મૂકવામાં આવ્યું હતું. ધોરણ-10 બોર્ડમાં પૂરક પરીક્ષાનું 27.61% પરિણામ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન-જુલાઈ 2025માં ધોરણ-10ની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 93,904 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 25,929 વિદ્યાર્થીઓ પાસ થયા.

જૂન-જુલાઈ 2025માં લેવાઈ હતી પૂરક પરીક્ષા
Gujarat Board Results 2025: અગાઉ થોડા સમય પહેલા બોર્ડની પૂરક પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરાયું હતું. જેમાં વિજ્ઞાન પ્રવાહ (62.12) અને સામાન્ય પ્રવાહ (51.58 ટકા)નું પરિણામ જાહેર થયું હતું. તે પરીણામની સરખામણીએ ધોરણ-10નું પરીણામ ઘણું ઓછું કહી શકાય. ગુજરાત બોર્ડમાં માર્ચ મહિનામાં લેવાતી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષામાં એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે હેતુસર જૂન-જુલાઈ 2025માં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓ આ વેબસાઈટ પર જોઈ શકશે પરિણામ
Result 2025: ધોરણ-10ના વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાનું પરીણામ માટે gseb.org વેબસાઇટ પરથી માહિતી મેળવી શકશે. પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ GSEB રોલ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરવું અને પછી પોતાની માર્કશીટ ડાઉનલોડ કરી શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
