ગાંધીનગરમાં ઇન્ડિયા ઓડિટ એન્ડ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ કાર્યલયનું ભૂમિપુજન કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, CAG અને સરકાર સામસામે હોવાની વર્ષો જૂની માન્યતા બદલીને CAG સરકાર સાથે સાથે રહે તેમજ CAGના સૂચનોને પોઝિટિવ એપ્રોચથી સ્વીકારવાની કાર્યપ્રથા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં સરકારે અપનાવી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનએ ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારથી કેગ દ્વારા કરવામાં આવતાં ઓડિટના સૂચનને હંમેશા હકારાત્મક રીતે લીધા છે. એટલું જ નહિ, સુદૃઢ નાણાંકીય વ્યવસ્થાપનથી પ્રજાના નાણાનો વિકાસકામો માટે સુચારું ઉપયોગ કર્યો છે. તેના પરિણામે આજે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. વર્ષ ૧૯૯૫માં રાજ્યનું બજેટ માત્ર ૧૨ હજાર કરોડ રૂપિયા હતું તે વધીને આ વર્ષે ૩ લાખ કરોડથી પણ વધુનું થયું છે, જે રાજ્યના નાણાંકીય વ્યવસ્થાપન અને કરકસરપૂર્વકના વહીવટની સાબિતી છે.
પટેલે કહ્યું હતું કે, ગત એપ્રિલમાં ૧.૮૭ લાખ કરોડનું રેકોર્ડબ્રેક જીએસટી કલેક્શન સૂચવે છે કે દેશના દરેક ક્ષેત્રમાં ધંધા રોજગારનું પ્રમાણ સારું છે. ઉદ્યોગ-વ્યવસાય માટે જરૂરી એવી વીજળી, પાણી અને તમામ પ્રકારની કનેક્ટિવિટી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
તાજેતરના ભારત સરકારના એક અહેવાલ મુજબ ગુજરાત સૌથી વધુ રોજગારી પૂરું પાડતું રાજ્ય છે. રાજ્ય સરકાર દ્વારા યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટે દેશ અને દુનિયાને ઉદ્યોગ-ધંધા માટે સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દુનિયાનો દરેક દેશ ભારત સાથે બિઝનેસ કરવા ઈચ્છે છે અને એમાંય ગુજરાત ઉદ્યોગ-વ્યવસાય માટે મોસ્ટ ફેવર્ડ ડેસ્ટિનેશન રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ અત્યાર સુધી અમદાવાદ અને રાજકોટ એમ બે સ્થળે કાર્યરત AG ઓફિસ હવે પાટનગર ગાંધીનગરમાં આવનારા દિવસોમાં કાર્યરત થશે. તેથી પરસ્પર સંકલન વધુ સક્ષમ-ઝડપી બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક ગિરીશ ચંદ્ર મુર્મૂએ પ્રસંગોચિત ઉદબોધનમાં કહ્યું કે, ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટની કચેરીનું ગાંધીનગર ખાતે સ્થળાંતર થવાથી રાજ્ય સરકાર અને વિભાગ વચ્ચે સંવાદ-સંકલન વધશે અને સમય-નાણાની બચત થશે. તેમજ રાજ્ય સરકાર અને વિભાગ વચ્ચે સમયસર જવાબ રજૂ કરવા અને ચર્ચા કરવા માટે સમય ઘટશે. આથી ઓડિટ સંબંધિત અગાઉના પડતર પ્રશ્નોનું પણ વહેલી તકે નિરાકરણ આવશે. તેમજ પરસ્પર પત્ર-વ્યવહાર અને તાલમેલ અંગેની કઠણાઈ ઘટશે તથા અધિકારીઓના સમય, ઊર્જા અને પ્રવાસ ખર્ચમાં પણ બચત થશે.
મુર્મૂએ વધુમાં કહ્યું હતું કે, નિર્માણ થનારું નવું ભવન અત્યાધુનિક સુવિધાઓ સાથેનું પર્યાવરણને અનુકૂળ ગ્રીન બિલ્ડિંગ હશે. આ કાર્યાલય રાજ્ય સરકારના લગભગ ૫૦ હજાર જેટલા કર્મચારીઓનું પીએફ પણ સંભાળે છે અને સરકારી તિજોરીનું વાર્ષિક નિરીક્ષણ પણ કરે છે. ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૭૮૬૦ ચોરસ મીટર જમીન આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
