Green energy gujarat : ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ માટે તૈયાર, ૧૦૦ ગીગાવોટનો ટાર્ગેટ
Green energy gujarat : ગુજરાત તેના ઉદ્યોગ અને વિકાસ માટે જાણીતું છે અને હવે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં પણ એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરી રહ્યું છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સિસ (VGRC) આ ક્ષેત્રમાં રાજ્યના અજોડ નેતૃત્વને ઉજાગર કરશે.
આ કોન્ફરન્સ ગુજરાતના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદન કરવાની યોજના પર પ્રકાશ પાડશે.

ગુજરાત માત્ર પોતાના માટે જ નહીં પરંતુ દેશના લક્ષ્યાંકોને પણ સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતનો વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી અને ૨૦૭૦ સુધીમાં નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રહેશે.
હાલમાં જ રાજ્યની ૫૦ ટકાથી વધુ વીજળીની જરૂરિયાત રિન્યુએબલ સ્ત્રોતોમાંથી પૂરી થાય છે, જે એક મોટી સિદ્ધિ છે.
ગુજરાતમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.
- કચ્છના ખાવડામાં ૩૭.૩૫ ગીગાવોટની ક્ષમતા સાથે વિશ્વનો સૌથી મોટો પવન અને સૌર ઊર્જાનો હાઇબ્રિડ પાર્ક બની રહ્યો છે. આ પાર્ક ગ્લોબલ એનર્જી મેપ પર ગુજરાતને એક અગ્રણી સ્થાન અપાવશે.
- ભાવનગરના મહુવા ખાતે દેશનો પ્રથમ ઓફશોર વિંડ પાઇલટ પ્રોજેક્ટ શરૂ થયો છે, જે પવન ઊર્જાના ક્ષેત્રમાં નવી શક્યતાઓ ખોલી રહ્યો છે.
- ગુજરાત વર્ષ ૨૦૩૦ સુધીમાં વાર્ષિક ૩ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જે ભારતના કુલ લક્ષ્યાંકના ૬૦ ટકા જેટલું છે.
ગુજરાત સરકારના આંકડા મુજબ, ઉત્તર ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અને ખાસ કરીને સોલાર પાવરમાં અગ્રેસર છે. રાજ્યની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં ૯૪.૪ ટકા હિસ્સો સૌર ઊર્જાનો છે.
- પાટણ જિલ્લો ૨,૩૬૧.૮૬ મેગાવોટની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સાથે જરાતમાં ટોચ પર છે. અહીં સૌર, પવન અને લઘુ જળવિદ્યુત ઊર્જાના પ્રોજેક્ટ્સ કાર્યરત છે. ચારણકા સોલાર પાર્કની ક્ષમતા ૭૪૯ મેગાવોટ છે, તે સરકારી અને ખાનગી ભાગીદારીનું એક સફળ ઉદાહરણ છે.
- મોઢેરા ભારતનું પ્રથમ એવું ગામ છે જે ૨૪x૭ સૌર ઊર્જાથી ચાલે છે. અહીં ૬ મેગાવોટનો સોલાર પ્લાન્ટ અને બેટરી સ્ટોરેજ સિસ્ટમ લગાવવામાં આવી છે, જે ઉર્જા સુરક્ષાનું ઉત્તમ મોડેલ પૂરું પાડે છે.
- બનાસકાંઠાના રાધાનેસડા ખાતે ૭૦૦ મેગાવોટનો અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ કાર્યરત છે, જે અદ્યતન ટેકનોલોજી અને કાર્યક્ષમતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
આ તમામ પહેલો ગુજરાતને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રણી બનાવી રહી છે. આગામી VGRC રોકાણકારો, ટેકનોલોજી ભાગીદારો અને નીતિ નિર્માતાઓ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ







Click it and Unblock the Notifications
