પાટણમાં 12 ઓગસ્ટે રોજ ભવ્ય તિરંગા યાત્રા યોજાશે!
સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન દેશભરમાં કરવામાં આવ્યું છે.
સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન દેશભરમાં કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગાના કાર્યક્રમના ભાગરૂપે પાટણ ખાતે 12 ઓગસ્ટના ત્રણ વાગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જિલ્લા કક્ષાના તિરંગા યાત્રા કાર્યક્રમમાં પાટણના નાગરિકો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાશે. આ કાર્યક્રમના આયોજનને લઇને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.

દેશના 75 મા સ્વાતંત્ર્ય પર્વ પર હર ઘર તિરંગા કાર્યક્રમનું દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે. ઐતિહાસિક ધરોહર ધરાવતા પાટણમાં જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા 12 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે યોજાયેલી બેઠકમાં પાટણ શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, ભારત વિકાસ પરિષદ, વેપારી સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પાટણની 20 થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ હતી. આ તમામ સંગઠનો સાથે જિલ્લા કલેકટરે તિરંગા યાત્રાના આયોજન મામલે વિસ્તૃત ચર્ચા કરી હતી. દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત પાટણ શહેરમાં નિકળનારી તિરંગા યાત્રા દરમ્યાન પાટણ નગર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળે તે પ્રકારનું આયોજન મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પાટણ શહેરમાં નીકળનારી તિરંગા યાત્રાનું પ્રસ્થાન એમ એન હાઇસ્કુલ ખાતેથી થશે. ત્યાર બાદ તિરંગા યાત્રા રંગીલા હનુમાન, ત્રણ દરવાજા, હિંગળાજ ચાચર સર્કલ થઈ બગવાડા દરવાજા પોહચશે. બગવાડા દરવાજા થી રેલવે સ્ટેશન વચ્ચે તિરંગા યાત્રાનો અંતિમ પડાવ હશે. તિરંગા યાત્રાના રૂટ પર પુષ્પ વર્ષા પણ કરાશે. તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજનુ સ્વમાન જાળવવા અપીલ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
