સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ, જાણો કયા તાલુકા કેટલો વરસાદ
surendranagar weather update: સુરેન્દ્રનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. જે કારણે જિલ્લામાં ઘણા સ્થળો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. શનિવારની રાતથી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ વરસી નોંધાયો છે.
ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. સુરેન્દ્રનગર શહેરમાં આવેલા 80 ફુટ વિસ્તરમાં રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનો ફસાયા હોવાના અહેવાલ છે.
જેમાં સુગમ સોસાયટીમાં કાર ફસાઈ જતા તેને ટ્રેક્ટરની મદદથી ખેંચવાની ફરજ પડી હતી. જેમાં કારમાં પાણી ભરાઈ જતા કારને વ્યાપક નુકસાન થયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકામાં વરસાદ
- મૂળીમાં 8.2 ઈંચ
- ચોટીલામાં 7.6 ઈંચ
- ચૂડામાં 3 ઈંચ
- દસાડામાં 2.6 ઈંચ
- થાનગઢ 5 ઈંચ
- વઢવાણમાં 4.4 ઈંચ
- સાયલામાં 4.1 ઈંચ
- ધ્રાંગધ્રામાં 4.1 ઈંચ
- લીંબડીમાં 1.65 ઈંચ
- લખતરમાં 1.5 ઈંચ
નોંધનીય બાબત છે કે, સોમવાની સવારે 10 કલાકે સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયેલા વરસાદની વાત કરવામાં આવે, તો મૂળી તાલુકામાં 19 મીમી, ચોટીલા તાલુકામાં 36 મીમી, ચૂડા તાલુકામાં 28 મીમી, દસાડા તાલુકામાં 30 મીમી, થાનગઢ તાલુકામાં 60 મીમી, વઢવાણ તાલુકામાં 39 મીમી, સાયલા તાલુકામાં 18 મીમી, ધ્રાંગધ્રા તાલુકામાં 18 મીમી, લીંબડી તાલુકામાં 13 મીમી, લખતર તાલુકામાં 19 મીમી વરસાદ વરસ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગે સાતમ-આઠમના તહેવારો પર વરસાદની આગાહી કરી
— DD News Gujarati (@DDNewsGujarati) August 26, 2024
સૌથી વધુ વરસાદ મુળીમાં આઠ ઈંચ અને સૌથી ઓછો વરસાદ લખતરમાં તાલુકામાં એક ઇંચ પડ્યો#gujarat #rain #weather pic.twitter.com/w5gtXBXFnT
નોંધનીય છે કે, સુરેન્દ્રનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. જે કારણે જિલ્લામાં ઘણા સ્થળો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. શનિવારની રાતથી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ વરસી નોંધાયો છે.
ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. સુરેન્દ્રનગર શહેરમાં આવેલા 80 ફુટ વિસ્તરમાં રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનો ફસાયા હોવાના અહેવાલ છે. આ વિસ્તારના રોડ પર પાણી ફરી વળવાના કારણે લોકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં રોડની હાલત પહેલાથી દયનીય છે, અને ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે અકસ્તની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. જોકે, આ અંગે જનતા ફરિયાદ કરીને થાકી ગઈ છે, છતા તંત્ર છે કે ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકાના ગામ-સરા અને ધ્રાંગધ્રા વચ્ચેના રસ્તા ઉપર આવેલી નદીમાં પીકપ ગાડી અને બે યુવાનો ફસાયા હોવાના મેસેજ મળતાં તાત્કાલિક મામલતદાર, ધ્રાંગધ્રા અને ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકાના ગામ-સરા અને ધ્રાંગધ્રા વચ્ચેના રસ્તા ઉપર આવેલ નદીમાં પીકપ ગાડી અને બે યુવાનો ફસાયા હોવાના મેસેજ મળતાં તાત્કાલિક મામલતદારશ્રી, ધ્રાંગધ્રા અને ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. લોકોને નીચાણવાળા વિસ્તારોમાં નહીં જવા અમારી અપીલ છે. pic.twitter.com/2rkr2HNMTP
— Collector Surendranagar (@CollectorSRN) August 26, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
