દિવાળી અને નૂતન વર્ષે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શુભેચ્છા પાઠવી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે શુભેચ્છાઓ આપતાં કહ્યું છે કે, નૂતન વર્ષના આરંભે આપણે શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યનું મહત્વ સમજીએ અને નવી શરૂઆત તરફ આગળ વધીએ.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, શિક્ષણ આપણને જ્ઞાન અને સર્જનશીલતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડે છે. શિક્ષણથી વિચારો અને સમજણ કેળવાય છે, જે સમૃદ્ધિની દિશા તરફ દોરી જાય છે.
સંસ્કાર આપણા આચાર અને વિચારને મૂલ્યવાન બનાવે છે. સંસ્કારથી જ સમાજમાં સામંજસ્ય અને સહયોગની ભાવના બળવત્તર બને છે, જે સમૃદ્ધિનું સર્જન કરે છે.
સ્વસ્થ જીવનશૈલી, નિયમિત વ્યાયામ અને યોગ્ય-સાત્વિક-શુદ્ધ અને સંયમિત આહારથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, જેનાથી કાર્યક્ષમતામાં વધારો થાય છે અને સમૃદ્ધિ તરફ આગળ વધી શકાય છે. સારા સ્વાસ્થ્યથી જ સમૃદ્ધિ અને સફળતાની સંભાવના સર્જાય છે.
શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્ય જ સમૃદ્ધિની આધારશીલા છે. દિવાળી અને નૂતન વર્ષના આ પવિત્ર પર્વે આવો, આપણે શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યના મહત્વને સમજીએ અને સફળતા-સમૃધ્ધિની નવી ક્ષિતિજો તરફ ડગ માંડીએ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌને દિવાળી-નૂતન વર્ષના અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
